બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / એક વર્ષમાં 75 રૂપિયાનો શેર 3500નો થયો, હવે 2 હજાર કરોડનો મળ્યો ઓર્ડર, રોકાણકારો ગેલમાં
Last Updated: 08:59 PM, 14 October 2024
એસએમઈ સ્કોટ બોન્ડાડા એન્જીનીયરીંગ લીમીટેડના શેયર લીસ્ટીંગ બાદથી સતત ઇન્વેસ્ટરોનો ફેવરીટ બન્યો છે. કંપનિને સતત એક પછી એક મોટા મોટા ઓર્ડર મળી રહ્યા છે. આના કારણે શેયરોમાં પણ જબરદસ્ત ખરીદી બની રહી છે. જણાવી દઈએ કે ગત 12 મહિનામાં આ શેયર 1000% થી પણ વધારે ચડયો છે. કંપનીને હવે મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની (MAHAGENCO)થી વધુ એક ઓર્ડર મળ્યો છે. આ છેલ્લા ત્રણ દિવસોમાં રાજ્ય-સંચાલિત ડિસકોમથી ત્રીજો ઓર્ડર છે.
ADVERTISEMENT
11 ઓક્ટોબરે બોન્ડાડાએ MAHAGENCO થી બે ઓર્ડર મળવાની જાહેરાત કરી છે. જેમાંથી એકની વેલ્યૂ ₹763.16 કરોડ હતી અને અને બીજાની ₹360.08 કરોડ જાણવામાં આવી છે. ગત 1 મહિનામાં બોન્ડાડા એન્જિનિયરિંગે લગભગ ₹2000 કરોડના ઓર્ડર મળ્યા છે, જે કંપનીના વર્તમાન માર્કેટ કેપનો ત્રીજો ભાગ છે. બોન્ડાડા એન્જિનિયરિંગનું માર્કેટ કેપ ₹6500 કરોડ આસપાસ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ માત્ર 100 રૂપિયાનું રોકાણ તમને બનાવશે કરોડપતિ, આ રીતે કરો સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ
શું છે ડિટેલ
જણાવી દઈએ કે બોન્ડાડા એન્જિનિયરિંગ ઇપીસી સેવાઓ પ્રોવાઈડ કરે છે અને સેલ સાઇટો, ટાવર ફાઉન્ડેશન, વિદ્યુત કર્યો અને સંરચનાત્મક હવાઈ પરિયોજનાના નિર્માણમાં કુશળ છે. બોન્ડાડા એન્જિનિયરિંગના શેયર સોમવારે 5% ઘટીને ₹582.25 પર છે. વર્ષની શરૂઆતમાં સ્ટોક ₹80 થી વધીને ₹754 ના હાઇ લેવલે પહોંચ્યો છે. જણાવી દઈએ કે આ IPO ગત વર્ષે ઓગસ્ટમાં ₹75 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો હતો અને આ વર્ષના ઓગસ્ટમાં 3500 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.