26/11ની કાળી રાતને હજી ભૂલાવી શક્યો નથી, મોહમ્મદ તૌફીકના મુખેથી શબ્દો...

By : kavan 10:51 AM, 26 November 2018 | Updated : 11:26 AM, 26 November 2018
મુંબઈનો 26/11નો હુમલો કોઈ ભૂલી શકે તેમ નથી. બરાબર 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં અજમલ કસાબ સહિત લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ હુમલો કર્યો હતો અને હુમાલામાં 166 નાગરિકોનાં મોત થયા હતા. ત્યારે આ 26/11ની ગોઝારી કહો કે કાળી રાત કોઈ ભૂલી શક્યો નથી. ત્યારે મુંબઈ હુમલાનો ભોગ બનેલા મોહમ્મદ તૌફીક આજે ચાની કીટલી ચલાવી રહ્યા છે. 
  ભોગ બનેલા મોહમ્મદ તૌફીક કહે છે કે, એ બુધવારની રાત એક કાળી રાત હતી. અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. નાના મોટો સૌ કોઈએ જીવ ગુમાવ્યો. આજે તેનો માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. પરંતુ તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતા. બીજી તરફ, આતંકીઓને પકડ્યા બાદ તેની પાછળ અંડાસેલ વગેરે બનાવવા માટે અને રહેવા ખાવા પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. જનતાનું માનવું છે કે, આતંકીઓ પકડાયા પછી બેથી ત્રણ મહિનામાં તેનો ફેંસલો થઈ જવો જોઈએ. 

એ સમયે હુમલામાં ભોગ બનેલાઓને સહાયની જાહેર કરી હતી. પણ જેના ઘરમાં લોકોએ સ્વજન ગુમાવ્યો છે તેમને પૂછો કે તકલીફ શું છે....એ દિવસે મેં મારો તો જીવ બચાવ્યો અને અન્યના પણ જીવ બચાવ્યા. બીજી તરફ, પાકિસ્તાનમાંથી આતંકીઓ આવે છે અને મરો કે મારોની નીતિ અપનાવે છે. ત્યારે આ મુદ્દે પણ લગામ લગાવવી જોઈએ.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story