બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bombay highcourt rejected ED request to put stay on bail of sanjay raut

રાહત / 102 દિવસો બાદ સંજય રાઉત આવશે જેલથી બહાર આવ્યાં , મની લોન્ડેરિંગ કેસમાં બોમ્બે હાઇકોર્ટે EDની અરજી ફગાવી

Vaidehi

Last Updated: 07:01 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય રાઇતની વગર કારણે ધરપકડ કરવામાં આવી હતી. આવું કહીને કોર્ટે EDની માંગને ફગાવી છે. કોર્ટે કહ્યું કે રાઉતની ધકપકડ કાયદેસર હતી તે કોર્ટમાં સાબિત કરો. આવતીકાલે આ વિષય પર હાઇકોર્ટમાં સુનાવણી થશે.

  • શિવસેનાના સાંસદ સંજય રાઉતને મળી જામીન
  • બોમ્બે હાઇકોર્ટે EDની માંગને ફગાવી
  • પાત્રા ચાલ જમીન કૌભાંડમાં કરવામાં આવી હતી ધરપકડ

શિવસેનાનાં સાંસદ સંજય રાઉત આજે સાંજે 7 વાગ્યે જેલની બહાર આવ્યાં. બોમ્બે હાઇકર્ટે પાત્રા ચાલ જમીન કૌભાંડ મુદે તેમની જામીન રોકવાની ઇડીની માંગને નામંજૂર કરી છે. સાંસદ રાઉતનાં વકીલે તેમનો રીલિઝ ઓર્ડર મુંબઇ આર્થર રોડ જેલ સુધી પહોંચાડી દીધેલ છે. સાંજે 5 વાગ્યે ઓથોરિટી ઓર્ડરની કોપી જોઇને તેમની જામીન સંબંધી પ્રક્રિયાઓ શરૂ કરી છે. 

 

સૌથી પહેલાં સિદ્ધી વિનાયક મંદિર પહોંચશે
જેલથી છૂટ્યાં બાદ સંજય રાઉતનાં ભાઇ સુનીલ રાઉત અનુસાર તે સૌથી પહેલાં સિદ્ધી વિનાયક મંદિર જશે. ત્યારબાદ તે બાલાસાહેબ ઠાકરે સ્મૃતિ સ્થળ પહોંચશે. અહીંથી તે ઉદ્ધવ ઠાકરેથી મુલાકાત કરશે. ત્યારબાગ તે પોતાની માતાથી મળશે. 

સંજય રાઉતની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED દ્વારા ઓગસ્ટમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી.પાત્રા ચાલ જમીન કૌભાંડ રૂ. 1,039 કરોડનું છે. આ કૌભાંડમાં EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. આ પછી EDએ સંજય રાઉતના ઘરની તપાસમાં 11.5 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં એપ્રિલમાં ઇડીએ રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેમના નજીકના સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Enforcement Directorate Shivsena sanjay raut બોમ્બે હાઇકોર્ટ શિવસેના સાંસદ Maharashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ