Bombay High Court to hear Aryan Khan's bail application on 26th October
BIG NEWS! /
આર્યન ખાનને ફરી મોટો ઝાટકો : 26 ઓક્ટોબર સુધી રહેવું પડશે જેલમાં, HC મંગળવારે કરશે સુનવણી
Team VTV12:00 PM, 21 Oct 21
| Updated: 12:00 PM, 21 Oct 21
આર્યન ખાનની જામીનની અરજી રિજેક્ટ થઇ હતી તે બાદ વકીલે મુંબઇ હાઇકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ હવે જામીનની સુનવણી 26 ઓક્ટોબરે થશે.
આર્યન ખાનને 26 ઓક્ટોબર સુધી રહેવું પડશે જેલમાં
26 તારીખે હાઇકોર્ટ કરશે સુનવણી
શાહરૂખ ખાન દિકરાને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો હતો
26 ઓક્ટોબર સુધી રહેવું પડશે જેલમાં
આર્યન ખાનની ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદથી તેની જામીનની અરજી દરેક વખતે રિજેક્ટ કરવામાં આવી છે. મુંબઇ હાઇકોર્ટમાં આર્યનના વકીલોએ અરજી કરી છે પરંતું તેની સુનવણી પણ 26 ઓક્ટોબરે કરવામાં આવશે. ત્યાં સુધી તેને જેલમાં જ રહેવું પડશે.
Drugs on cruise ship case | Bombay High Court to hear Aryan Khan's bail application on 26th October, Tuesday, says his lawyer pic.twitter.com/12mr2BGrDj
આર્યનને મળવા શાહરુખ પહોંચ્યો જેલ
આર્યન ખાનની જામીન અરજી સેશન્સ કોર્ટે રદ્દ કરી દીધી હતી. બાદમાં આર્યનના વકીલોએ મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરી છે. 2 ઓક્ટોબરે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી, આજે 21 ઓક્ટેબર થઇ તેમ છતાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. ત્યારે આજે શાહરૂખ તેને મળવા આર્થર રોડ જેલ પહોંચી ગયો હતો.
ડ્રગ્સ મળ્યાં નથી
આર્યન ખાન પાસેથી કોઇ પણ પ્રકારનો પ્રતિબંધિત પદાર્થ મળ્યો નથી તો તેને કેમ જામીન નથી મળી રહ્યાં તેને લઇને લોકોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. રિયા ચક્રવર્તીના કેસ સાથે પણ આર્યનનો કેસ જોડીને જોવામાં આવી રહ્યો છે. રિયાના ભાઇ શોવિકના પણ ડ્રગ્સ પેડલર સાથે સંબંધ બહાર આવ્યા હતા તેને પણ જામીન મળી ગયા હતા પરંતુ આર્યનને કેમ જામીન નથી મળી રહ્યાં તે મોટો સવાલ છે.
આર્યનના વકીલોએ દલીલ આપી કે આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી માટે તે નશામાં નહોતો. તેના પર કોર્ટે કહ્યું આરોપી નંબર 1 (આર્યન) પાસે ભલે કોઇ પ્રતિબંધિત પદાર્થ નહોતું પરંતુ આરોપી નંબર-2 (અરબાઝ) પાસેથી 6 ગ્રામ ચરસ મળી હતી. માટે એવું કહી શકાય કે બંનેને આ વાતની જાણ હતી.