બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / bomb stuck in private part doctors shocks explosive stuck in man rectum

OMG / પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો બોમ્બ, હોસ્પિટલ પહોંચ્યો તો ડૉક્ટરોની હાલત થઈ જોવા જેવી

Premal

Last Updated: 05:04 PM, 4 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનમાં રહેતા એક શખ્સના પ્રાઈવેટ પાર્ટમાં બોમ્બ ફસાઈ ગયો હતો. આ શખ્સને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ પહોંચાડ્યો ત્યારે ડૉકટર્સ પણ અચંબિત થઇ ગયા. ત્યારબાદ દહેશતને પગલે બોમ્બને ડિફ્યુઝ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બોલાવવામાં આવી.

  • બ્રિટનમાં રહેતા એક શખ્સના પ્રાઈવેટ પાર્ટમાં બોમ્બ ફસાઈ ગયો
  • આ શખ્સને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો
  • બોમ્બને ડિફ્યુઝ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બોલાવાઈ

આ શખ્સને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઇ ગયા

ખરેખર, આ શખ્સના પ્રાઈવેટ પાર્ટમાંથી કાઢવામાં આવેલો બોમ્બ વર્લ્ડ વોર-2નો જણાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ, આ શખ્સ વર્લ્ડ વોર-2ના જમાનાની એક ટેન્કના ગોળા પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં ટેન્કના ગોળાનો આગળનો છેડો તેના પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો હતો. આ શખ્સને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. પરંતુ પ્રાઈવેટ પાર્ટમાં ફસાયેલા બોમ્બને જોઈને ગ્લોસેસ્ટરશાયર રૉયલ હોસ્પિટલના ડૉકટરોએ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બોલાવી. જોકે, બોમ્બને પહેલેથી જ બહાર કાઢી લેવામાં આવ્યો છે અને આ શખ્સની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે બોમ્બ નિષ્ક્રિય હતો અને તેનાથી બ્લાસ્ટ થવાનો ભય ન હતો. 

કેવીરીતે પ્રાઈવેટ પાર્ટમાં ફસાયો બોમ્બ? 

એક ન્યુઝ વેબસાઈટ પ્રમાણે, આ શખ્સ બ્રિટીશ આર્મીનો પૂર્વ સભ્ય હતો. તેને જૂના જમાનાના હથિયારો એકત્રિત કરવાનો શોખ છે. વર્લ્ડ વોર-2 સમયના આ એન્ટિક ગોળાને પણ પોતાના હથિયારમાં સ્થાન આપ્યું હતુ. પરંતુ થોડા દિવસ પહેલાં સફાઈ દરમ્યાન આ શખ્સનો પગ લપસી ગયો હતો અને તે સીધો ટેન્કના આ ગોળા પર પડ્યો હતો. ગોળાનો આગળનો ભાગ તેના પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો હતો.

સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કર્યુ

હોસ્પિટલના એક પ્રવક્તાએ કહ્યું કે તેમણે આ મામલાની ગંભીરતાને જોઈને સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કર્યુ હતુ અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડને બોલાવી હતી. જોકે, કેસને કારણે હોસ્પિટલના કર્મચારીઓ, દર્દીઓ અને તેની સાથે રહેલા લોકોને કોઈ તકલીફ ન હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Bomb Bomb Disposal Squad Hospital private part OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ