રજિન્દ્રા પાર્કની પાસે બનેલ હેલીપેડનો ઉપયોગ પંજાબ અને હરિયાણાનાં CM કરે છે. આ હેલીપેડ પાસે બોમ્બ શેલ મળી આવ્યો છે.
પંજાબનાં CM માનનાં આવાસ બહાર મળ્યું બોમ્બ શેલ
ચંડીગઢમાં હેલીપેડ નજીક મળી આવ્યું આ બોમ્બ શેલ
પોલીસે રેતીની થેલીઓથી તેને ઢાંક્યો
પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનનાં હેલીપેડ પાસેથી સોમવારે બોમ્બ શેલ BOMB SHELL મળી આવ્યું છે. કેરીનાં બગીચામાં આ બોમ્બ શેલ દેખાયું છે. ચંડીગઢમાં પંજાબ અને હરિયાણાનાં સીએમનાં ઘરથી થોડે દૂર જ આ બોમ્બ શેલ મળી આવેલ છે. પોલીસે રેતીની થેલીઓથી તેને ઢાંકી દીધેલ છે. સાથે જ એરિયાની આસપાસ દોરી બાંધી કવર કરી લીધેલ છે.
પોલીસ તરત જ એક્શનમાં
રજિન્દ્રા પાર્કની પાસે બનેલ આ હેલીપેડનો ઉપયોગ પંજાબ અને હરિયાણાનાં સીએમ કરે છે. બોમ્બ નિરોધક ટીમને તાત્કાલીક આ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ચંડીગઢ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સીએમ હાઉસની નજીક બોમ્બ શેલ મળવાની ઘટનાને મોટાં ષડયંત્રનાં રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
Chandigarh | A live bombshell has been found here. It has been secured with help of Police and Bomb Disposal Squad. An Army team has been called in. The area is being cordoned off. Further investigation is underway: Sanjeev Kohli, Nodal officer, Diasater Management, Chandigarh pic.twitter.com/se09lPPoxt
આવાસ પર નહોતા ભગવંત માન
ભારતીય સેનાનાં પશ્ચિમી કમાન પણ આ મુદે તપાસ કરી રહી છે. સાંજે આશરે 4-4:30 આસપાસ એક ટ્યૂબવેલ સંચાલકે પંજાબનાં મુખ્યમંત્રીના આવાસ અને હેલીપેડની પાસે કેરીનાં બાગમાં બોમ્બ શેલ જોયો હતો. પંજાબનાં સીએમ માન આ સમગ્ર ઘટના દરમિયાન પોતાના ઘરે નહોતાં.
અધિકારી સંજીવ કોહલીએ આપી માહિતી
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચંડીગઠનાં નોડલ અધિકારી સંજીવ કોહલીએ કહ્યું કે અહીં એક બોમ્બ શેલ મળી આવેલ છે. પોલીસે અને બોમ્બ નિરોધક દળની મદદથી તેને સુરક્ષિત કરી લેવાયું છે. સેનાની એક ટીમને પણ આ સ્થળે બોલાવવામાં આવ્યું છે. અમે એ જાણવાનાં પ્રયત્નો કરી રહ્યાં છીએ કે આ અહીંયા કેવી રીતે પહોંચ્યું. હાયર ઑથોરિટી સાથે વાતચીત ચાલી રહી છે.