બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Video: ગર્લફ્રેન્ડ સાથે કારમાં રોમાન્સ કરતો નજરે પડ્યો આમીર ખાન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Last Updated: 11:05 AM, 17 May 2025
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. આમિર ખાન પોતાની ફિલ્મોથી વધારે હવે પોતાની લવ લાઈફને કારણે ચાહકોની નજરમાં છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આમિર પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે રોમેન્ટિક મૂડમાં નજરે પડ્યો છે. આ ઘટના મુંબઈ એરપોર્ટની છે, જ્યાં આમિર પોતાની ગર્લફ્રેન્ડને મળવા પહોંચ્યો હતો.
ADVERTISEMENT
આમિર એરપોર્ટ પર પહોંચ્યો, તેમજ તે સીધો ગૌરી સ્પ્રેટની કાર તરફ ગયો, જ્યાં ગૌરી તેને જોઈને ખુશ થઈ હતી. કારમાં બેઠા બાદ આમિર તેની ગર્લફ્રેન્ડના ખભા પર માથું મૂકીને આરામથી બેઠો હતો. Paparazziએ આ મૉમેન્ટ કૅમેરામાં કેદ કરવાનો એક પણ મોકો છોડ્યો નહીં. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આમિરે ગૌરીને કારમાં ચુંબન કર્યું હતું, જો કે વીડિયોમાં ચુંબન સ્પષ્ટ રીતે દેખાતું નથી. આમ છતાં, આમિરનો ગૌરી સાથેનો નજદીક પળો ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.
ADVERTISEMENT
Ye Aamir Khan beti ki kiss kr rha hai pic.twitter.com/Qm0xJHtrOp
— Aawara (@himanshuk1708) May 17, 2025
આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ છેલ્લા દોઢ વર્ષથી ડેટિંગ કરી રહ્યાં છે. આમિરે થોડા સમય પહેલા પોતાના 60મા જન્મદિવસ પર તેમના સંબંધની જાહેર જાહેરાત કરી હતી. આમિરે જણાવ્યું હતું કે તે ગૌરીને છેલ્લા 25 વર્ષથી ઓળખે છે, પરંતુ બંનેએ માત્ર દોઢ વર્ષથી જ સંબંધની શરૂઆત કરી છે.
આ રોમેન્ટિક વીડિયો વાયરલ થતાં ચાહકોના વિવિધ પ્રતિસાદો મળી રહ્યા છે. કેટલાકે આ નજારો મીઠો અને સ્વાભાવિક ગણાવ્યો છે, તો કેટલાકે એવું પણ કહ્યું કે તેમનું અંગત જીવન હવે ખુલ્લા આમ લોકોની સામે આવી રહ્યું છે. આમિર અને ગૌરીની આ કેમિસ્ટ્રી ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT