બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / રાજકુમાર રાવ-તૃપ્તિ ડિમરીની હોરર-કોમેડી ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' કેવી છે? જોવા જતા પહેલા વાંચી જજો આ રિવ્યૂ
Last Updated: 01:49 PM, 11 October 2024
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' રિલીઝ થઈ ગઈ છે. આ ભરપૂર કોમેડી ફિલ્મ છે. ફિલ્મની બે ખાસ વાત છે કે એમાં હોરર કેમિયો છે. મતલબ કે આજના સમયમાં જે ટ્રેન્ડ પ્રમાણે ફિલ્મો બની રહી છે કે દર્શકોને હોરર-કોમેડી સૌથી વધુ પસંદ આવી રહી છે. હવે આ ફિલ્મ વિશે વાત કરીએ તો, પોતાની ડેબ્યૂ ફિલ્મ ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાનાના હ્યુમરનો યોગ્ય રીતે ઉપયોગ કરનારા નિર્દેશક રાજ શાંડિલ્યએ ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'માં રાજકુમાર રાવની પ્રતિભાનો ઉપયોગ કર્યો છે.
ADVERTISEMENT
આ ફિલ્મમાં 2 મુખ્ય પાત્રો છે. વિકી અને વિદ્યા. બંને પડોશીઓ છે અને બાળપણથી એકબીજાને ઓળખે છે. વિકી મહેંદી કલાકાર છે અને તૃપ્તિ વ્યવસાયે ડૉક્ટર છે. બંને વચ્ચે પ્રેમ જેવું કંઈ નથી પણ એકબીજા વચ્ચેનું બોન્ડિંગ સારું છે. પછી એક વખત એવું બને છે કે બંને લગ્ન કરવાનું નક્કી કરે છે અને સગાઈ કર્યા પછી તરત જ લગ્ન પણ કરી લે છે. તેઓ લગ્ન પછીના તેમના ઇન્ટિમેટ વીડિયો પણ બનાવે છે. હવે આ ફિલ્મ નવા-નવા લગ્નની આ નવી ફેન્ટસી તેમના પર કેવી રીતે ભારે પડે છે તેની આસપાસ બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
બંને લગ્નની રાતનો વીડિયો રેકોર્ડ કરે છે અને તેને સીડીમાં સેવ કરી લે છે જેથી કરીને તેઓ તેને ભવિષ્યના પ્રસંગોએ જોઈ શકે અને તેમની લવ લાઈફનો આનંદ માણી શકે. પરંતુ સંજોગવશાત, એકવાર તેમના ઘરમાં ચોરી થાય છે અને સીડી ગુમ થઈ જાય છે. હવે તે સીડી કેવી રીતે મળે છે, તેનું શું થાય છે, કોના હાથમાં તે પડે છે અને સીડી દ્વારા કોના રહસ્યો ખુલે છે, તેના પર આ ફિલ્મની સ્ક્રિપ્ટ આધારિત છે. રાજકુમાર રાવે આ ફિલ્મમાં વિકીની ભૂમિકા ભજવી છે અને તૃપ્તિ ડિમરી વિદ્યાના રોલમાં જોવા મળી છે. જ્યારે વિજય રાજ પોલીસ ઈન્સ્પેક્ટરના રોલમાં જોવા મળે છે.
ફિલ્મની વાર્તામાં કંઈ નવું નથી. તમે 50ના દાયકાથી એક જ સ્ટોરીલાઇન પર બનેલી આવી ઘણી ફિલ્મો જોઈ હશે. જાણે કોઈનો સામાન ખોવાઈ ગયો હોય અને બધા મળીને તેને શોધી રહ્યા હોય. વિકી વિદ્યાના વો વાલા વીડિયોમાં, આ સામાન્ય વાર્તાને ટ્વિસ્ટિંગ સ્ક્રિપ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં કોઈ મોટો મુદ્દો નહોતો. કોઈ લાંબી વિગતવાર વાર્તા નહોતી. પરંતુ તે પછી પણ ફિલ્મની વાર્તાને એટલી બધી ફેરવીને બનાવવામાં આવી છે કે વાર્તા ખતમ થવાની રાહ લાંબી થઈ જાય છે. પરંતુ ફિલ્મના અંત સુધી કંટાળો નહીં આવે.
ફિલ્મ અઢી કલાક લાંબી છે. ફિલ્મના ડાયલોગ્સ સારા છે. ફિલ્મના નાના કોમિક સીન્સ અને આકર્ષક ડાયલોગ્સ ફિલ્મને આગળ વધારવા માટે પૂરતા છે. જ્યારે પણ ફિલ્મની નબળી સ્ટોરી લાઇનથી કંટાળો આવવા લાગે કે ફિલ્મમાં એક સીન અથવા ડાયલોગ આવે છે જે તમને હસવા માટે મજબૂર કરી દે છે. બીજી સૌથી મહત્ત્વની બાબત એ છે કે અઢી કલાકની કોમેડી ફિલ્મમાં કોમિક પાત્ર છે. રાજ શાંડિલ્યએ ફિલ્મમાં રાજકુમાર રાવની રમૂજ અને પ્રતિભાનો સારો ઉપયોગ કર્યો છે. તેની સાથે તૃપ્તિ ડિમરી પણ છે. સાથે જ ફિલ્મમાં ટીકુ તલસાનિયા, અર્ચના પુરણ સિંહ, મુકેશ તિવારી, વિજય રાજ, રાકેશ બેદી અને મલ્લિકા શેરાવત જેવા કલાકારો પણ જોવા મળ્યા. જેમણે પોતાની કોમિક ટાઈમિંગથી ફિલ્મમાં માહોલ ઉભો કર્યો છે. લોકોને હસાવવાની સૌથી મોટી જવાબદારી વિજય રાજે લીધી હતી અને તે તેમાં સફળ પણ રહ્યા છે.
આ પણ વાંચો: બેંક મેનેજરની નોકરી છોડી, હવે ડર્ટી પિક્ચરથી કમાય છે લાખો રૂપિયા, જુઓ મોડલના બોલ્ડ ફોટો
ફિલ્મની લંબાઈ અને એવરેજ સ્ટોરી લાઇન સિવાય આ ફિલ્મમાં કંઈ જ અલગ નથી. નવું કંઈ નથી. બસ એટલું જ કે તમે ઢોલ, હંગામા, ભાગમભાગ અને માલામાલ વીકલી જેવી મૂવી જોઈને હસો છો, તમને એ જ મીટર પર બનેલી બીજી ફિલ્મ મળી છે જે એક વખત જોવા લાયક છે. તમે તેને એકવાર જોવામાં જેટલા પૈસા ખર્ચો છો તે ફિલ્મના અંત સુધીમાં વસૂલ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.