બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર બીજલ મહેતાની પોલીસે કચ્છમાં બોગસ, દસ્તાવેજ અને છેતરપીંડીના મામલે ધરપકડ કરી છે. બે દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
કોર્ટે બીજલ મહેતાના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા
બીજલ મહેતા ગાંધીધામના જાણીતો ઉદ્યોગપતિ
તેરા ઈન્તજાર નામની સન્ની લિયોનીની ફિલ્મ કરી હતી પ્રોડ્યુસ
કચ્છના ભુજમાં ફિલ્મ તેરા ઈન્તઝારના પ્રોડ્યુશર બીજલ મહેતાની ધરપકડ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજ બનાવી પ્લોટ વેચી છેતરપિંડી આચરી હોવાના આરોપસર બિજલ મહેતાની ધરપકડ કરવામાં આવી છે. બીજલ મહેતા ગાંધીધામનો જાણીતો ઉદ્યોગપતિ પણ છે
કોણે કરી હતી ફરિયાદ
સુરતની એક મહિલાએ બિજલ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી. અંજાર પોલીસે ધરપકડ કરી છે જેમાં બીજલના બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.
શેનો લાગ્યો છે આરોપ
બીજલ મહેતા ઉપર બોગસ દસ્તાવેજ રજુ કરીને જમીન વેચાણને આરોપ છે. આ મુદ્દે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
કઈ ફિલ્મ બનાવી હતી બીજલે
તેરા ઈન્તજાર નામની ફિલ્મ બનાવી હતી બીજલ મહેતા. ફિલ્મના દિગ્દર્શક રાજીવ વાલિયા છે જ્યારે સન્ની લિયોની અને અરબાઝ ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું શુટીંગ કચ્છમાં પણ કરવામાં આવ્યું હતુ. એપ્રિલ 2017માં સન્ની લિયોની અને ફિલ્મની બાકી સ્ટારકાસ્ટ કચ્છ શુંટીગ માટે આવી હતી. 1 ડિસેમ્બર 2017માં આ ફિલ્મ રીલીઝ થઈ હતી.