બોલીવુડ એક્ટર સલમાન ખાન (Salman Khan) આજકાલ પોતાની ફોટો અને વીડિયોને લઇને ચર્ચામાં બની રહ્યા છે. ભાઇજાન (Salman Khan) આ દિવસો સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ નજરે પડી રહ્યા છે. સલમાન ખાન પોતાના વીડિયો અને ફોટો દ્વારા ધમાલ મચાવતા રહે છે. હાલમાં જ સલમાન ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં તે એક વાંદરાને પાણી પીવડાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં સલમાન ખાન કોઇ બજારમાં જોવા મળી રહ્યા છે.
સલમાન ખાન ગણેશજીની મૂર્તી પાસે બેઠેલા વાંદરાને પાણી પીવડાવતા નજરે પડી રહ્યા છે. સલમાન ખાનનો આ વીડિયો જોઇને તેમના ફેન્સ ભાઇજાનની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. સલમાન ખાનનો આ વીડિયો લગભગ 20 લાખ વાર જોવાઇ ચુક્યો છે.
A post shared by Salman Khan (@beingsalmankhan) on
સલમાન ખાન વીડિયોમાં પહેલા વાંદરાને પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવડાવે છે, પરંતુ પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન પીધા બાદ એને ખુદ એક ગ્લાસમાં પાણી પીવડાવે છે. સલમાન ખાનને આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું, 'હમારા બજરંગી ભાઇજાન પ્લાસ્ટિકકી બોતલ સે પાની નહીં પીતા હે'.
સલમાન ખાનને આ વીડિયો પર ફેન્સની વિવિધ પ્રતિક્રિયો મળી રહી છે. ઉપરાંત આશ્કા ગોરડિયાએ પણ ભાઇજાનની વીડિયો પર કમેન્ટ કરી હતી.