બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:48 PM, 23 June 2025
લાલ સિંહ ચઢ્ઢાને લઇ આમિર ખાનને ખૂબ અપેક્ષા હતી પરંતુ તે ફિલ્મ કંઈ ખાસ નહતી કરી શકી. પણ હવે આમિર ખાનની 20 જૂને રિલીઝ થયેલી 'સિતારે જમીન પર' ફિલ્મે પહેલા સપ્તાહના અંતે શાનદાર પ્રદર્શન કર્યું છે. આજનો દિવસ ફિલ્મ માટે સૌથી મહત્વપૂર્ણ છે. મોટાભાગની ફિલ્મો સપ્તાહના અંતે જેટલી કમાણી કરે છે તેટલી કમાણી અઠવાડિયાના દિવસોમાં કરી શકતી નથી, જોકે, સિતારે જમીન પરના શરૂઆતના કલેક્શનને જોતાં એવું લાગે છે કે ફિલ્મ સોમવારની કસોટી પણ પાસ કરી રહી છે.
ADVERTISEMENT
સેક્લિલ્કના અનુસાર, આમિર ખાનની ફિલ્મે તેના પહેલા દિવસે 10.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો. બીજા દિવસે 20.2 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 27.25 કરોડ રૂપિયાની કમાણી કરીને, ફિલ્મે સપ્તાહના અંતે 58.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ADVERTISEMENT
તો આજે એટલે કે ચોથા દિવસે, રાત્રે 8:15 વાગ્યા સુધી, ફિલ્મે 6.54 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેનાથી કુલ કલેક્શન 64.69 કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે. આ આંકડા અંતિમ નથી તેમાં ફેરફાર થઈ શકે છે.
ADVERTISEMENT
'સિતાર જમીન પર' લગભગ 90 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી છે. સેક્લિલ્કના મતે, ફિલ્મે 3 દિવસમાં વિશ્વભરમાં ₹95.75 કરોડની કમાણી કરી છે. જો આપણે તેમાં આજના સ્થાનિક કલેક્શનને ઉમેરીએ તો તે 100 કરોડ રૂપિયાથી ઉપર પહોંચી જાય છે.
ADVERTISEMENT
છાવા, જાટ, સિકંદર, સ્કાય ફોર્સ અને હાઉસફુલ 5-કેસરી 2 સિવાય, સિતારે જમીન પર આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોના લાઇફટાઇમ કલેક્શનને વટાવી ગઈ છે. હવે આ ફિલ્મ ખૂબ જ ટૂંક સમયમાં તેમાંની મોટાભાગની ફિલ્મોના રેકોર્ડ તોડવા માટે આગળ વધી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આમિર ખાન અને જેનેલિયા દેશમુખની આ ફિલ્મ 'તારે જમીન પર'ની સ્પ્રિચ્યુઅલ સિક્વલ હોવાનું કહેવાય છે. આર.એસ. પ્રસન્નાની આ ફિલ્મને મોટાભાગના રિવ્યુઅર્સે ખૂબ જ સારા રિવ્યુ આપ્યા છે. ફેમસ ગીતકાર જાવેદ અખ્તરે પણ પોતાની સમીક્ષામાં આ ફિલ્મને એક શાનદાર ફિલ્મ ગણાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.