બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / નવી ફિલ્મને લઇ સલમાન ખાનનો ન્યૂ લૂક્સ વાયરલ, શર્ટલેસ અવતાર પર ફેન્સે આપ્યું ગજબ રિએક્શન
Last Updated: 12:49 PM, 29 April 2025
બોલિવૂડમાં ભાઈજાન તરીકે ઓળખાતા સલમાન ખાન પોતાની સ્ટાઇલ અને સ્વેગથી ફેન્સને ખુશ કરી દેતા હોય છે. સલમાન ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને નવા નવા અપડેટ્સ શેર કરતો રહે છે. તાજેતરમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સલમાન શર્ટલેસ જોવા મળી રહ્યો છે અને તેની મજબૂત ફિટનેસે ફેન્સને દિવાના બનાવી દીધા છે.
ADVERTISEMENT
સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં પહેલી તસવીરમાં તે તેની બેક બોડીને ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં ભાઈજાને એક સાઈડ પોઝ આપ્યો છે, જેમાં તેનું ટોન્ડ ફિઝીક સાફ દેખાઈ રહી છે. તો ત્રીજા ફોટામાં સલમાનનો જબરદસ્ત ફ્રન્ટ લુક જોવા મળી રહ્યો છે. દરેક તસવીરમાં સલમાનની સ્ટાઈલ અને કોન્ફિડન્સ લાજવાબ જોવા મળી રહ્યો છે. તેનો આ લુક ફેન્સમાં ખૂબ જ ફેમસ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સલમાન ખાને આ તસવીરો સાથે એક રમુજી કેપ્શન પણ લખ્યું હતું કે, "ઇલો જી સનમ હમ આ ગયે... અબ ઇતના ભી ગુસ્સા કરો નહીં જાની" આ પોસ્ટ પર ફેન્સે જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે " કયું જલાતે હો 25 સાલ વાલો કો." બીજાએ ટિપ્પણી કરી, "ભાઈ કા કમ બેક પક્કા હૈ અબ." ખાસ વાત એ હતી કે નેટફ્લિક્સ ઇન્ડિયાએ પણ આ પોસ્ટનો જવાબ આપ્યો હતો. નેટફ્લિક્સે લખ્યું, " ગુસ્સા ક્યોં કરેંગે, હમ તો સ્વાગત કરેંગે."
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ક્લાસિક કોમેડી ફિલ્મ 'અંદાજ અપના અપના', જેમાં આમિર ખાન પણ તેની સાથે જોવા મળ્યો હતો, તે 25 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ છે. આ સ્થિતિમાં ભાઈજાનની આ પોસ્ટ ફેન્સમાં એક્સ્ટ્રા એક્સાઈટમેન્ટ વધારી રહ્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ખૂબ સારી કમાણી કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.