બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ફિલ્મોમાં એક સાથે ધૂમ મચાવી ચુક્યા છે અસલ જીવનના આ કપલ્સ, લિસ્ટમાં શહેનશાહ પણ સામેલ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:06 PM, 13 June 2024
1/6
આ લિસ્ટમાં બોલિવૂડના શહેનશાહનું નામ પહેલા નંબરે આવે છે. રિયલ લાઈફ પાવર કપલ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. આટલું જ નહીં, તેઓએ ઘણી ફિલ્મોમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવીને દર્શકોનું દિલ જીતી લીધું છે. જેમાં 'સિલસિલા', 'અભિમાન' અને 'કભી ખુશી કભી ગમ' જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. (Photo Courtesy: Instagram)
2/6
શોલે ફિલ્મમાં એક સાથે જોવા મળેલા ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીની જોડીને ફિલ્મી પડદા પર ખૂબ જ પસંદ કરવામાં આવી. આનું એક કારણ એ પણ હતું કે અસલ જીવનમાં પણ બંને વચ્ચે પ્રેમ પાંગરી રહ્યો હતો. ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે અને તેમની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. બંનેએ એક સાથે લગભગ બે ડઝન જેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. (Photo Courtesy: Instagram)
3/6
બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપનાર અજય દેવગન પણ તેની પત્ની અને અભિનેત્રી કાજોલ સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. અજય દેવગન ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વોરિયર'માં કાજોલ સાથે પતિ-પત્નીની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. દર્શકોને પણ તેમની જોડી ખૂબ પસંદ આવી હતી. (Photo Courtesy: Instagram)
4/6
5/6
આ લિસ્ટમાં બોલિવૂડના મોસ્ટ ફેવરિટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું નામ પણ સામેલ છે. બંને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે, પરંતુ ફિલ્મ '83'માં તેઓ પતિ-પત્નીના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ક્રિકેટર કપિલ દેવના જીવન પર બની હતી. આ ફિલ્મમાં બંનેની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. (Photo Courtesy: Instagram)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ