બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કરણ જોહરને છે આ વિચિત્ર બીમારી, જાતે જ કર્યો ખુલાસો, શું એટલે ઉતરી ગયું વજન?

બોલિવુડ / કરણ જોહરને છે આ વિચિત્ર બીમારી, જાતે જ કર્યો ખુલાસો, શું એટલે ઉતરી ગયું વજન?

Last Updated: 01:08 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જૌહર એક ગંભીર બીમારીનો ભોગ બન્યા છે. જેના લીધે તેમનું શરીર ગળી રહયું છે. ચાલો જાણીએ શું છે એ બિમારી જેના બન્યા છે કરણ જોહર ભોગ.

જો તમે હાલમાં કરણ જોહરનો કોઈ વીડિયો જોયો હશે તો તમે નોંધ્યું હશે કે કરણ જોહરનું શરીર ગળવા લાગ્યું છે. આ વિશે કરણ જોહરે પોતે જણાવ્યું છે કે તેમને ડિસમોર્ફિયા નામની ગંભીર બિમારી છે. આ એક માનસિક બિમારી છે જેમાં વ્યક્તિ તેના શરીરથી ખુશ થતું નથી અને સતત તેના વિશે ખરાબ વિચારો કર્યા કરે છે. આ બિમારીમાં વ્યક્તિનું ધ્યાન સતત તેના શરીર પર હોય છે અને બોડી ડિસમૉર્ફિક ડિસઓર્ડર મોટા ભાગે ટીનએજ બાળકોમાં વધુ જોવા મળે છે.

શું કહ્યું કરણ જોહરે?

પોતાની બિમારી વિશે વાત કરતા ફિલ્મ મેકર કરણ જોહરે કહ્યું કે "મને બોડી ડિસમોર્ફિયા છે. જ્યારે હું પૂલમાં જાઉં છું ત્યારે ખૂબ જ વિચિત્ર લાગે છે. મને એવું લાગે છે કે મારુ શરીર પુલમાં જવા માટે બરાબર નથી અને હૂં ખૂબ ખરાબ લાગીશ. મેં આ વિચારમાંથી બહાર નીકળવાનો ખૂબ પ્રયાસ કર્યો છે. મેં મારા મનને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો પણ હું તેનાથી દૂર થઈ શકતો નથી. આના લીધે મારું વજન પણ ઘટી ગયું છે. હું મારા શરીર વિશે કોઈને જાણ થાય તે ઈચ્છતો નથી માટે હું મારા કદ કરતા ઘણા મોટા કપડાં પહેરું છું. હું મારી જાતને ખાતરી આપી શકતો નથી કે મારું શરીર બરાબર જ છે."

બોડી ડિસમોર્ફિયાના લક્ષણ

એક હેલ્થ રિપોર્ટ અનુસાર જો કોઈને બોડી ડિસ્મોર્ફિયા હોય તો તે હંમેશા તેના શરીરના કોઈ ચોક્કસ ભાગ વિશે ચિંતિત રહે છે. મોટાભાગે તે પોતાના શરીરની સરખામણી બીજા કોઈ સાથે કરતો રહે છે. તે દિવસમાં ઘણી વખત અરીસામાં પોતાને જોતો રહે છે. તે સેંકડો વાર વાળ ઓળે છે કે પછી સેંકડો વાર ચહેરો સાફ કરે છે. ઘણી વાર મેક-અપ કરે છે અને ઘણી વાર કપડાં બદલે છે. આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. આમાં તે સતત પોતાના દેખાવ વિશે સરખામણી કરે છે અને બીજા શું વિચારતા હશે તે સતત વિચાર્યા કરે છે. તેનામાં આત્મવિશ્વાસ રહેતો નથી અને તેને લાગ્યા કરે છે કે તેને કોઈ મોટી સમસ્યા છે.

વધુ વાંચો: બેકલેસ હૉલ્ટરનેક ડ્રેસમાં જામી પાકિસ્તાની એક્ટ્રેસ, ગ્લેમરસ લૂકમાં જોવા મળ્યો કાતિલાના અંદાજ

શું છે આ બીમારીનો ઉપચાર

જો કોઈને આવો વિચાર આવે તો તેણે તરત ડૉક્ટર પાસે જવું જોઈએ. આ રોગ માટે જે ઉપચાર કરવામાં આવે છે તેને CBT કહેવામાં આવે છે. આ એક માનસિક બિમારી છે. માટે ડૉક્ટર આમાં દર્દીનું કાઉન્સિલિંગ કરે છે એને તેને સમજાવે છે. જરૂર લાગે તો કેટલીક એન્ટીડિપ્રેસન્ટ દવાઓ પણ આપે છે. આ રોગથી પીડાતા લોકોમાં તેમના શરીર વિશે આત્મવિશ્વાસ પાછો લાવવો તે મુખ્ય ઉપચાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karan Johar Dysmorphia Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ