બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'આની વિશે મને કંઇ જ ખ્યાલ...', બોયફ્રેન્ડ ઝહીર સાથે સોનાક્ષીના લગ્ન પર શત્રુઘ્ન આ શું કહી રહ્યાં છે?
Last Updated: 12:10 PM, 11 June 2024
બોલિવુડમાં એવી ચર્ચા થઈ રહી છે કે શત્રુધ્ન સિન્હાની દિકરી સોનાક્ષી સિન્હા લગ્ન કરવાની છે. 10 જૂને એ ખબર આવી કે સોનાક્ષી પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલની સાથે આ મહિને 23 જૂને લગ્ન કરવાની છે. એક તરફ જ્યાં સોનાક્ષી અને ઈકબાલની તરફથી હાલ કોઈ પુષ્ટી નથી કરવામાં આવી તો ત્યાં જ તેમના પિતા શત્રુધ્નનું કહેવું છે કે તેમને હાલ આ વિશે કોઈ જાણકારી નથી.
ADVERTISEMENT
"બાળકો પુછે ક્યાં છે: શત્રુધ્ન"
ADVERTISEMENT
શત્રુધ્નનું કહેવું છે કે આજકાલ બાળકો પરમિશન ક્યાં લે છે તે તો બસ જાણકારી આપે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "હું હાલ દિલ્હીમાં છું. ઈલેક્શન રિઝલ્ટ્સ બાદ હું અહીં આવી ગયો હતો. મેં પોતાની દિકરીની પ્લાનિંગ વિશે કોઈ સાથે વાત નથી કરી. જો તમારો સવાલ છે કે શું તેઓ લગ્ન કરી રહ્યા છે? તેનો જવાબ છે કે તેણે મને આ વિશે કંઈ નથી જણાવ્યું. હું પણ એટલું જ જાણું છું જેટલું મીડિયા દ્વારા વાંચ્યું છે. "
તેમણે આગળ કહ્યું, "જો તે મને વિશ્વાસમાં લેશે તો હું અને મારી પત્ની કપલને પોતાના આશીર્વાદ આપવા માટે તૈયાર છીએ. અમે હંમેશા તેમની ખુશીઓની કામના કરીએ છીએ." તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સોનાક્ષી પોતાના માટે યોગ્ય નિર્ણય લેશે.
વધુ વાંચો: શું તમને પણ આખી રાત ACમાં સૂવાની છે આદત? તો પહેલા આ સાઇડ ઇફેક્ટ્સ જાણી લેજો
ચુંટણીના કારણે પાછા ઠેલાયા હતા લગ્ન
ખબરો અનુસાર સોનાક્ષી અને ઝહીર ઘણા લાંબા સમયથી લગ્નની પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં લોકસભા ચૂંટણીના કારણે તેમને પોતાના લગ્નને ટાળવાનો નિર્ણય લેવો પડ્યો. આ ચૂંટણીમાં સોનાક્ષીના પિતા અભિનેતા-રાજનેતા શત્રુધ્ન સિન્હા પશ્ચિમ બંગાળના આસનસોલથી ટીએમસી પાર્ટીથી ચૂંટણી લડી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT