બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / VIDEO : 'ટીમ ઈન્ડિયાના પરણેલા ક્રિકેટરે મને ફોટા-મેસેજ મોકલ્યાં', રુપાળી એક્ટ્રેસના દાવાથી મચી બબાલ
Last Updated: 06:03 PM, 16 March 2025
ક્રિકેટરો પર મહિલાઓને ફોટા અને મેસેજ મોકલવાના અનેક દાવા થતાં રહે છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સીમા કાન્યાલે ટીમ ઈન્ડિયાના એક લેગ સ્પિનર પર તેને ડાયરેક્ટ મેસેજ અને ફોટા મોકલવાનો આરોપ લગાવ્યાં છે. સીમાએ કહ્યું કે આ લેગ સ્પિનર મને 6-7 મહિના સુધી ફોટા-મેસેજ મોકલવાનું કામ કર્યું હતું. તેણીએ કહ્યું, "હું શૂટિંગ પર હતી. જ્યારે હું ઘરે આવી ત્યારે મેં જોયું કે મને દર 2 કલાકે 3-4 મેસેજ આવી રહ્યા હતા. મને લાગ્યું કે આત્મસન્માન નામની પણ કોઈ વાત હોય છે. આ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી રહ્યો છે, પણ કહેવું સારુ નથી.
ADVERTISEMENT
કોણ છે ક્રિકેટર
ADVERTISEMENT
જોકે સીમાએ આ ક્રિકેટરનું નામ જાહેર કર્યું નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ વિવિધ પ્રકારના દાવા કરવાનું શરૂ કરી દીધું. લોકો જુદા જુદા ક્રિકેટરોના નામ લઈને અનુમાન લગાવતા હતા, પરંતુ ઘણીવાર આવી ઘટનાઓ થોડા સમય પછી પોતાની મેળે શાંત થઈ જાય છે. હાલ તો, લેગ સ્પિનર દ્વારા DM મોકલવાનો આ મુદ્દો જોર પકડી રહ્યો છે.
કોણ છે સીમા કન્યાલ
સીમા કન્યાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સમયાંતરે તે પોતાની મુસાફરી અને વિવિધ સુંદર પોશાકોમાંના ફોટા શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખથી વધુ લોકો તેમને ફોલો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / રિલીઝ થતા જ અક્ષયની ફિલ્મ 'Kesari 2' ઓનલાઇન લીક, અક્કીએ ફેન્સને કરી હતી આ અપીલ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.