બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલીવુડ એક્ટરના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક, સલમાન ખાન સહિતના કલાકારો સાથે કરી ચૂક્યો છે એક્ટિંગ
Last Updated: 11:22 AM, 24 May 2025
Mukul Dev Passes away : બૉલીવુડ જગતથી ફરી એકવાર દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 'સન ઓફ સરદાર', 'આર... રાજકુમાર', 'જય હો' અને અન્ય ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતા અભિનેતા મુકુલ દેવનું 54 વર્ષની વયે અવસાન થયું છે. વિગતો મુજબ શુક્રવારે રાત્રે આ અભિનેતાનું અવસાન થયું છે. આ તરફ તેમના મિત્રોને શનિવારે તેમના નિધનની જાણ થતાં તેઓ તેમના ઘરે પહોંચ્યા. નોંધનીય છે કે, હજી સુધી અભિનેતાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. તેમના મિત્રો અને પરિવારના નિવેદન સહિત વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
Rest in peace my brother #MukulDev ! The time spent with you will always be cherished and #SonOfSardaar2 will be your swansong where you will spread joy and happiness to the viewers and make them fall down laughing ! pic.twitter.com/oyj4j7kqGU
— Vindu Dara Singh (@RealVinduSingh) May 24, 2025
કોણ હતા મુકુલ દેવ ?
ADVERTISEMENT
છેલ્લે હિન્દી ફિલ્મ 'અંત ધ એન્ડ'માં જોવા મળેલા મુકુલ દેવ એ રાહુલ દેવના ભાઈ હતા. મુકુલ દેવનો જન્મ નવી દિલ્હીમાં જાલંધર નજીકના એક ગામમાં રહેતા એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા હરિ દેવ એક સહાયક પોલીસ કમિશનર હતા અને તેમણે જ તેમને અફઘાન સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો. તેમના પિતા પશ્તો અને ફારસી બોલી શકતા હતા. અભિનેતાને મનોરંજનની દુનિયામાં શરૂઆતનો અનુભવ ત્યારે થયો જ્યારે તેમને 8મા ધોરણમાં દૂરદર્શન દ્વારા આયોજિત એક ડાન્સ શો માટે માઈકલ જેક્સનનો ઢોંગ કરીને પહેલો પગાર ચેક મળ્યો.
વધુ વાંચો : કેવી છે ફિલ્મ KESARI VEER ? થિયેટરમાં જોવા જવાય કે નહીં, જુઓ Movie Review
આ અભિનેતા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉરણ અકાદમીના પ્રશિક્ષિત પાઇલટ પણ હતા. તેમણે 1996માં ટેલિવિઝન સીરિયલ 'મુમકીન' દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેમણે વિજય પાંડેની ભૂમિકા ભજવી હતી. તેમણે દૂરદર્શનના 'એક સે બધ કર એક', એક કોમેડી બોલીવુડ કાઉન્ટડાઉન શોમાં પણ અભિનય કર્યો હતો. તેઓ 'ફિયર ફેક્ટર ઈન્ડિયા' સીઝન 1 ના હોસ્ટ પણ હતા. તેમણે 'દસ્તક' થી ફિલ્મોમાં પોતાની સફર શરૂ કરી હતી, જેમાં તેમણે એસીપી રોહિત મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની પણ શરૂઆત હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.