બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બોલિવૂડમાં શોકનો માહોલ, કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન

મનોરંજન / બોલિવૂડમાં શોકનો માહોલ, કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન

Last Updated: 12:45 AM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News: બોલિવૂડમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. વિક્રાંત મેસીના ભાઈ બાદ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન થયું છે.

બોલીવુડની પોપ્યુલર અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 53 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ગુરુવારે મોડી રાત્રે તેના નિધનના સમાચાર આવ્યા. તે યુકેમાં હતો. એવું જાણવા મળ્યું છે કે તેમનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું. તે પોલો રમી રહ્યા હતો, તે સમયે તેને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેને આ દુનિયાને અલવિદા કહ્યું.

સંજય કપૂર ઘોડાની પોલ વગાડી રહ્યો હતો. તે દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે ઘોડા પરથી નીચે પડી ગયો. તેને મેડિકલ હેલ્પ આપવામાં આવી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. તે ઓટો કમ્પોનન્ટ કંપની સોના કોમસ્ટારના ચેરમેન હતો. આશ્ચર્યજનક વાત એ છે કે થોડા કલાકો પહેલા જ સંજયે અમદાવાદ પ્લેન ક્રેશ પર રીએક્ટ આપી હતી.

અમદાવાદ પ્લેન ક્રેશ પર શું કહ્યું હતું?

ગુરુવારે, એર ઇન્ડિયાનું એક વિમાન ટેકઓફ થયાના થોડી મિનિટો પછી ક્રેશ થયું, જેમાં 242 લોકો સવાર હતા. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સંજય કપૂરે ટ્વિટર પર લખ્યું, "અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના સમાચાર ભયાનક છે. મારી પ્રાર્થનાઓ બધા અસરગ્રસ્ત પરિવારો સાથે છે. આ મુશ્કેલ સમયમાં તેમને હિંમત મળે."

app promo3

ક્યારે થયા કરિશ્મા કપૂર સાથે લગ્ન?

કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન વર્ષ 2003 માં થયા હતા. તેમનો સંબંધ લગભગ 13 વર્ષ સુધી ચાલ્યો હતો. જોકે, બંને 2016 માં એકબીજાથી અલગ થઈ ગયા. કરિશ્માથી અલગ થયા પછી, સંજયે વર્ષ 2017 માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા.

વધુ વાંચો: પ્લેન ક્રેશને લઈ અમિત શાહનું નિવેદન : ગરમી અને વિમાનની અંદર રહેલા 1.25 લાખ લિટર ઇંધણને કારણે કોઈને

બંને છેલ્લા 8 વર્ષથી ખુશીથી જીવી રહ્યા હતા. જોકે, ભાગ્યમાં તેમના માટે કંઈક બીજું જ હતું અને તેને અચાનક આ દુનિયાને અલવિદા કહી દીધું. સંજય કપૂર અને પ્રિયા સચદેવને એક પુત્ર પણ છે, જેનું નામ અઝારિયાસ છે. તે ફક્ત 7 વર્ષનો છે. અઝારિયાસનો જન્મ તેમના લગ્નના એક વર્ષ પછી 2018 માં થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karisma Kapoor Bollywood News Sunjay Kapur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ