બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / દેહવ્યાપારમાં ફસાયા પછી બદનામ થઈ ગઈ આ અભિનેત્રીઓ, નામ જાણીને તમારા પણ હોંશ ઉડી જશે
Last Updated: 12:50 AM, 15 April 2025
14 વર્ષની લાંબી રાહ જોયા પછી, 'હીરામંડી' મોટા થિયેટર પર આવવા માટે તૈયાર છે. આ ફિલ્મ સાથે, દેહવ્યાપર અને આ દલદલમાં ફસાયેલી મહિલાઓના જીવન પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. દેહવ્યાપર પર ઘણી ફિલ્મો બની છે, પરંતુ અમુક કિસ્સા એવા પણ કે જ્યાં ફિલ્મોમાં આવી ભૂમિકા ભજવતી અભિનેત્રીઓએ હકીકતમાં આવા ખોટા કાર્યોનો સામનો કરવો પડ્યો છે. ઘણી અભિનેત્રીઓ છે જેમના નામ દેહવ્યાપારના કેસોમાં જોડાયા છે. ચાલો તેમના વિશે જાણીએ...
ADVERTISEMENT
શ્વેતા બાસુ પ્રસાદ
ADVERTISEMENT
શ્વેતા બાસુ પ્રસાદે મકડી ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે શ્વેતાને બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તે ફિલ્મ ઇકબાલમાં જોવા મળ્યો. બંને ફિલ્મોથી ખ્યાતિ મેળવનાર શ્વેતા હૈદરાબાદના બંજારા હિલ્સમાં સેક્સ રેકેટ સાથે જોડાયેલી હતી. આ પછી તેને લગભગ બે મહિના સુધી રેસ્ક્યુ હોમમાં રાખવામાં આવી હતી. તપાસ બાદ, હૈદરાબાદ કોર્ટે શ્વેતાને ક્લીનચીટ આપી, ત્યારબાદ અભિનેત્રી ટીવીની દુનિયામાં પાછી ફરી.
શર્લિન ચોપરા
શર્લિન ચોપરા બોલિવૂડની બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાંની એક છે. તેને ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક, ગેમ, કામસૂત્ર વગેરે બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું. શર્લિન તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તે બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે. જણાવી દઈએ કે શર્લિન ચોપરાનું નામ પણ સેક્સ રેકેટ સાથે જોડાયેલું છે. હકીકતમાં, શર્લિન ચોપરાએ પોતે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી ત્યારે તે દેહવ્યાપારમાં જોડાઈ ગઈ હતી. જોકે, લોકો માનતા હતા કે આ ફક્ત એક પબ્લિસિટી સ્ટંટ છે.
નીતુ અગ્રવાલ
નીતુ અગ્રવાલ ઘણી તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ અભિનેત્રીની આંધ્ર પ્રદેશ પોલીસે દેહવ્યાપારના કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં અભિનેત્રીના બોયફ્રેન્ડની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે.
વધુ વાંચો:‘સ્પોટ દાદા સિવાય બધા સાથે…’ કાસ્ટિંગ કાઉચને વિશે અભિનેત્રીએ ખુલીને કરી વાત
સાયરા ભાનુ
સાયરા ભાનુ સાઉથ ઇન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. સાયરા ભાનુની પણ પોલીસે દેહવ્યાપારના કેસમાં ધરપકડ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.