બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / હવે રૂહ બાબા OTT પર કરશે રાજ, ક્યારે અને કયા પ્લેટફોર્મ પર મંજુલિકાની દહાડ?
Last Updated: 09:13 PM, 14 November 2024
આ દિવાળી બોક્સ ઓફિસ પર ખૂબ ધમાકેદાર હતી, કારણ કે આ વખતે બે મોટી મલ્ટીસ્ટાર વાળી ફિલ્મો રિલીઝ થઈ હતી. એક બાજુ કાર્તિક આર્યન અને વિદ્યા બાલનની 'ભૂલ ભુલૈયા-3' અને બીજી બાજુ અજય દેવગન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર સાથે 'સિંઘમ અગેન'. રોહિત શેટ્ટી અને અનિસ બાઝમીના નિર્દેશન હેઠળ બનેલી બંને ફિલ્મો વચ્ચે જબરદસ્ત કોમ્પિટિશન જોવા મળ્યું હતું.
ADVERTISEMENT
સિંઘમ અગેન સાથે-સાથે અત્યારે કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' ની OTT પરની રીલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. તો ચાલો જાણીએ કે કાર્તિક આર્યનની આ ફિલ્મ ક્યારે અને કયા મહિને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
ADVERTISEMENT
કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે?
કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 ને સમીક્ષકો તરફથી મિક્સ રિવ્યુ મળ્યો હતો, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરવામાં સફળ રહી છે. જ્યારે પણ કોઈ ફિલ્મ થિયેટરમાં આવે છે, ત્યારે ફેંસ પણ OTT પર તેના આવવાની રાહ જુએ છે.
હવે OTT પર ભૂલ ભુલૈયા 3 ની રિલીઝ સાથે સસ્પેન્સનો અંત આવી ગયો છે. અહેવાલો અનુસાર, અનીસ બઝમી દ્વારા નિર્દેશિત ફિલ્મ આ વર્ષે નહીં, પરંતુ આવતા વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મના રાઇટ્સ નેટફ્લિક્સે ખરીદ્યા છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જાન્યુઆરી 2025 માં રિલીઝ થશે. જો કે, મેકર્સે OTT પ્લેટફોર્મ પર રિલીઝને લઈને કોઈ આધિકારિક માહિતી શેર કરી નથી.
ભૂલ ભુલૈયા 3 ની અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર થઈ આટલી કમાણી
કાર્તિક આર્યન-વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત સ્ટારર ભૂલ ભુલૈયા 3ણે માત્ર 13 દિવસોમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર 230 કરોડથી વધારે કમાણી કરી લીધી છે, જ્યારે વર્લ્ડ વાઈડ મૂવી કલેક્શન 300 કરોડ ઉપર પહોંચી ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનને ડબલ રોલ કર્યો છે.
વધુ વાંચો: ઉઘાડા પગે કરીના કપૂર ઈશા અંબાણીના કાર્યક્રમમાં પહોંચી, ડીપ નેકમાં લાગી બોલ્ડ, જુઓ VIDEO
વિદ્યા બાલને 17 વર્ષ પછી મંજૂલિકા બનાવીને જ્યાં ફેંસનું દિલ જીત્યું હતું, ત્યાં માધુરી દીક્ષિતે પણ પોતાની પહેલી હોરર ફિલ્મમાં ભૂતિયા પાત્ર ભજવીને બધાને અચંબિત કર્યા છે. ફિલ્મમાં તૃપ્તિ ડિમરી પણ મેઇન રોલમાં દેખાઈ, જેમને કાર્તિક આર્યનની પ્રેમિકા અને 'ભૂલ ભુલૈયા 3' માં રાજકુમારીનો રોલ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.