બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અનુષ્કા શર્મા 11 વર્ષની હતી અને પિતા પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા ગયા, ઘરમાં હતો આવો માહોલ

બોલીવુડ / અનુષ્કા શર્મા 11 વર્ષની હતી અને પિતા પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા ગયા, ઘરમાં હતો આવો માહોલ

Last Updated: 06:36 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News: અનુષ્કા શર્માના પિતા અજય કુમાર શર્મા આર્મી કર્નલ હતા, જે હવે રિટાયર થઈ ગયા છે. પરંતુ કારગિલ યુદ્ધ દરમિયાન પિતા સાથે જોડાયેલી યાદો અને માની પરિસ્થિતિ આજે પણ અનુષ્કાને યાદ છે. તેના વિશે અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે, યુદ્ધની પરિસ્થિતિ બની ગઈ છે. આ દરમિયાન અનુષ્કા શર્માએ ભારતીય સેનાને સલામ કરી અને આભાર વ્યક્ત કર્યો કે કેવા મુશ્કેલ સમયમાં સૈનિક દેશની રક્ષા કરી રહ્યા છે. અનુષ્કાના પપ્પા પોતે કારગિલની લડાઈ લડી ચૂક્યા છે, તેના વિશે અભિનેત્રીએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું.

અનુષ્કા શર્માના પિતા અજય કુમાર શર્મા આર્મી કર્નલ હતા, જે હવે રિટાયર થઈ ગયા છે. પરંતુ કારગિલ યુદ્ધ દરમિયાન પિતા સાથે જોડાયેલી યાદો અને માની પરિસ્થિતિ આજે પણ અનુષ્કાને યાદ છે. તે સમયે ને યાદ કરી આજે પણ ડરી જાય છે. અનુષ્કાના પિતા વર્ષ 1982 થી લઈને રિટાયર થવા સુધી દરેક મોટા આર્મી ઓપરેશનનો ભાગ હતા.  

વધુ વાંચો: ‘તમારું લોહી ઉકળતું નથી…’, ભારત-પાકિસ્તાન તણાવ પર ચૂપ છે કેટલાક બોલીવૂડ સિતારાઓ, ટોચની અભિનેત્રીએ વ્યક્ત

11 વર્ષની હતી અનુષ્કા, કારગિલ યુદ્ધ લડી રહ્યા હતા પપ્પા

અનુષ્કાએ 2012 માં મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેના પિતા અજય કુમાર શર્માએ કારગિલ યુદ્ધ લડ્યું ત્યારે તે માત્ર 11 વર્ષની હતી. ત્યારે તેની પાસે પરિસ્થિતિની ગંભીરતા સમજવા માટે પૂરતી સમજ નહોતી. પણ તેને સારી રીતે યાદ છે કે તે સમયે ઘરનું વાતાવરણ કેવું હતું અને જ્યારે તેના પિતા ફોન કરતા ત્યારે લોકો શું વાતો કરતા હતા.

Vtv App Promotion 2

માને જોઈને ડરી જતી હતી અનુષ્કા, આખો સમય ન્યૂઝ ચેનલ ચાલુ  

અનુષ્કા શર્માએ કહ્યું હતું, 'કારગિલ યુદ્ધ ઈમોશનલી અમારી માટે ખૂબ જ અઘરું યુદ્ધ હતું. હું ત્યારે ઘણી નાની હતી, પરંતુ હું માને જોઈને ડરી જાય છે. તે આખો દિવસ ન્યૂઝ ચેનલ ચાલુ રાખતી હતી અને જ્યારે કોઈની શહીદ થવાના સમાચાર આવતા ત્યારે તે દુઃખી થઈ જતી હતી.'

વધુ વાંચો: ‘મારે કોઈ લેવાદેવા નથી...’, ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે હીના ખાને કરી એવી પોસ્ટ, વાયરલ થતા જ ચર્ચાનો વિષય બની ગઈ

પપ્પા ફોન કરતા તો આવી વાતો કરતી હતી અનુષ્કા

અનુષ્કાએ આગળ કહ્યું, 'જ્યારે મારા પિતા ફોન કરતા હતા, ત્યારે તેઓ વધારે કહી શકતા નહોતા, પણ હું મારી સ્કૂલ, બોયફ્રેન્ડ અને બીજી બધી બાબતો વિશે વાત કરતી રહેતી, એ ખ્યાલ વગર કે તેઓ યુદ્ધ લડી રહ્યા છે.' મને એ કહેતા ગર્વ થાય છે કે હું એક અભિનેત્રી હોવા કરતાં પણ વધુ એક આર્મી ઓફિસરની દીકરી છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Colonel Ajay Kumar Sharma Bollywood News Anushka Sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ