બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ધક્કે ચડી અભિનેત્રી! લાલબાગચા રાજાના દર્શન સમયે બાઉન્સરોની હરકત, શૉકિંગ વીડિયો વાયરલ

Watch / ધક્કે ચડી અભિનેત્રી! લાલબાગચા રાજાના દર્શન સમયે બાઉન્સરોની હરકત, શૉકિંગ વીડિયો વાયરલ

Last Updated: 12:47 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'કુમકુમ ભાગ્ય' અને 'પંડ્યા સ્ટોર'ની અભિનેત્રી સિમરન તાજેતરમાં તેની મા સાથે લાલબાગચા રાજાના દર્શન માટે ગઈ હતી. પરંતુ અહી અભિનેત્રી સાથે દુર્વ્યવહાર થયો. જુઓ વિડીયો.

બોલીવુડ ફિલ્મ એક્ટ્રેસ અને ટીવી સિરિયલની અભિનેત્રીઓ અવારનવાર કોઈ ને કોઈ મંદિરે દર્શન માટે જતી હોય છે અને પોતાની અનુભવ શેયર કરતી હોય છે. આ રીતે ટીવી સિરિયલ 'કુમકુમ ભાગ્ય' અને 'પંડ્યા સ્ટોર'ની અભિનેત્રી સિમરન તાજેતરમાં તેની માતા સાથે લાલબાગચા રાજાના દર્શન માટે ગઈ હતી. પરંતુ અહીં અભિનેત્રીનો અનુભવ ખરાબ રહ્યો કારણ કે ત્યાં સ્ટાફ અને બાઉન્સરોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેનો વિડીયો સિમરને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો. આ વિડીયો જોઈને ફેન્સ પર ગુસ્સે થયા.  

simaran-2

સિમરન બુધરૂપ સાથે લાલબાગચા રાજાના દર્શન સમયે થયો દુર્વ્યવહાર

ગુરુવારે સિમરન તેની માતા સાથે લાલબાગચાના દર્શન માટે ગઈ હતી. જ્યારે તેમની દર્શન કરવાનો વારો આવ્યો ત્યારે તેની પાછળ ઉભેલી તેની માતાએ ફોનમાં ફોટો પાડ્યો, ત્યારે જ આ જોઈને સ્ટાફના સભ્યો આવ્યા અને અભિનેત્રીની માતાના ફોન લઈ લીધો. અને સિમરનની માતા ફોન પાછો લેવાનો પ્રયત્ન કર્યો તો તેમણે એક તરફ ખસેડવામાં આવ્યા હતા. આ જોઈને સિમરન પાસે ગઈ પરંતુ તેની સાથે પણ બાઉન્સરોએ અભદ્ર વ્યવહાર કર્યો. સિમરનને કહ્યું કે તેમણે ઘટનાની રેકોર્ડિંગ શરૂ કરી, સ્ટાફે તેનો પણ ફોન લેવાનો પ્રયત્ન કર્યો.

ઓનલાઈન પોસ્ટમાં સિમરનને બૂમો સાંભળી શકાય છે,' આમ ન કરો! શું કરી રહ્યા છો તમે?' સિમરને આ વિડીયો શેયર કરતાં લખ્યું, 'આજે હું આશીર્વાદ લેવા માટે મારી માતા સાથે લાલબાગચા રાજા પાસે ગઈ, પરંતુ અમારો અનુભવ સ્ટાફના અનિચ્છનીય વ્યવહારના કારણે ખરાબ થયો.'  

સિમરન બુધરૂપ સાથે પંડાલમાં દુર્વ્યવહાર થયો

અભિનેત્રી એ જણાવ્યું કે ઓર્ગેનાઇઝેશનના એક વ્યક્તિએ મારી માતાનો ફોન ફોટો પડતાં સમયે લઈ લેવામાં આવ્યો હતો અને જ્યારે તેમણે ફોન પાછો લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે ધક્કો મારવામાં આવ્યો, અને બાઉસરોએ મારી સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને જ્યારે મે આ ઘટનાનો વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે મારો ફોન પણ લેવાનો પ્રયત્ન કર્યો હતો.  

PROMOTIONAL 11

સિમરને નિરાશા વ્યક્ત કરી

અભિનેત્રીએ નિરશ વ્યક્ત કરી અને કહ્યું એક ભક્તો પોઝિટિવ અને આશીર્વાદ મેળવવા સારા ઇરાદાથી જાય છે, ના કે કોઈ દુર્વ્યવહારની આશાથી. તેમણે સ્વીકાર્યું કે તહેવારોમાં વધારે ભીડને મેનેજ કરવામાં મુશ્કેલી પડે, પરંતુ આ ભક્તો પ્રત્યે આક્રમક વર્તનને માફ કરતું નથી.

વધુ વાંચો: 'હું થાકી ગઈ હતી..' 6 વર્ષ બાદ અભિનેત્રી થઈ પ્રેગ્નેટ, બ્લોગમાં જણાવી અંગત વાત

સિમરને પોતાની માતાના અપમાનને હાઇલાઇટ કરવા માટે પોતાની કહાની શેયર કરી, અને ઈવેન્ટ ઓર્ગેનાઇઝરથી  ખાતરી કરવા રીકટ કર્યું કે સ્ટાફના સદસ્ય વિઝિટર્સ સાથે દલીયાળું અને ગરિમા સાથે વ્યવહાર કરે. તેમને આશા છે કે તેમનો અનુભવ આવા આયોજનના મેનેજમેન્ટમાં બદલાવ માટે ઇન્સપાયર કરશે, જેથી દરેક ભક્તો માટે વધારે પોઝિટિવ અને સન્માનજનક વાતાવરણ તૈયાર થાય.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Simran Budharup Lalbaugcha Raja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ