બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood neha dhupia congratulates vidyut jamwal nandita mahtani engagement

વાયરલ / એક્ટર વિદ્યુત જામવાલે કરી લીધી સિક્રેટ સગાઈ, નેહા ધૂપિયાએ કરી આવી કોમેન્ટ

Premal

Last Updated: 04:28 PM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલ અત્યારે ચર્ચામાં છે. વિદ્યુત જામવાલની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ નંદિતા મહતાનીની સાથે તાજમહેલ સામે ઉભા રહ્યાં છે. બંનેએ એકબીજાના હાથ પકડ્યા છે.

  • બોલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલની તસ્વીર વાયરલ
  • જામવાલ અને નંદિતા મહતાએ તાજમહેલની લીધી મુલાકાત
  • નંદિતાના હાથમાં વીંટી જોયા બાદ સગાઈ કરી હોવાની અટકળોએ પકડ્યુ જોર

નેહા ધૂપિયાએ શેર કરી તસ્વીર

આ તસ્વીરમાં નંદિતાના હાથમાં વીંટી જોયા બાદ એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે બંનેએ ચૂપચાપ સગાઈ કરી લીધી છે. તો નેહા ધૂપિયાએ આ બંનેની તસ્વીર શેર કરી તેઓને અભિનંદન આપી સમાચારની ખાતરી કરી છે. જોકે, અભિનેતાએ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી. નેહા ધૂપિયાએ વિદ્યુત અને નંદિતાની તસ્વીર ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ પર શેર કરી છે. આ સાથે દિલવાળી ઈમોજી પણ બનાવી છે અને કેપ્શનમાં લખ્યું, અત્યાર સુધીના સૌથી સારા સમાચાર. 

નંદિતાએ હાથમાં વીંટી પહેરી

ઉલ્લેખનીય છે કે, વિદ્યુત અને નંદિતા ગયા શનિવારે આગ્રા ગયા હતા. બંનેએ તાજમહેલની મુલાકાત લીધી હતી અને ફોટો પાડ્યા હતા. આ દરમ્યાન જે રીતે વિદ્યુતના હાથમાં નંદિતાનો હાથ હતો અને નંદિતાએ હાથમાં વીંટી પહેરી હતી. જેને જોઈને એવુ પ્રતિત થયુ કે તેમની સગાઈ થઈ ગઈ છે. નંદિતા એક ફેશન ડિઝાઈનર છે. તેણે ઘણી સેલિબ્રિટીના કપડાં ડિઝાઈન કર્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Neha Dhupia Taj mahal Vidyut Jamwal engagement Vidyut Jamwal Nandita Mahtani Engagement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ