બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / શું શાહરૂખ ખાન મન્નત છોડી રહ્યો છે?, જાણો ક્યાં શિફ્ટ થઈ રહ્યો છે કિંગ ખાન? જાણો ડિટેઈલ
Last Updated: 04:53 PM, 17 March 2025
બોલિવૂડમાં કિંગ ખાન તરીકે ઓળખાતો એક્ટર શાહરૂખ ખાન ટૂંક સમયમાં નવી જગ્યાએ રહેવા જવાનો છે. તે તેના ફેમસ મન્નત હાઉસ છોડીને નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવાનો છે. શાહરૂખ ખાનના ઘર મન્નતમાં રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે શાહરૂખ અને તેનો પરિવાર થોડા સમય માટે નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવાનો છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ અનુસાર, શાહરૂખના મન્નત હાઉસનું રીનોવેશન કામગીરી મે મહિનામાં શરૂ થવાનું છે. શાહરૂખને તેના આ બંગલાના એક્સટેંશન માટે કોર્ટની પરવાનગી પણ લેવી પડી હતી. મન્નત ગ્રેડ III હેરિટેજ સ્ટ્રક્ચર છે, જેમાં કોઈપણ સ્ટ્રક્ચર ચેન્જ પરવાનગી બાાદ જ કરી શકાય છે. શાહરૂખ ખાન અને તેના પરિવારને ઓછામાં ઓછા બે વર્ષ સુધી Puja Casaમાં રહેવું પડશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, મન્નત બહાર દરરોજ સેંકડો ફેન્સ શાહરૂખની તસવીર લેવા જમાં થાય છે. જ્યારે શાહરૂખ તેની બાલ્કનીમાં આવી હાથ ફેલાવી પોઝ આપે ત્યારે ફેન્સ પણ ખુશ થઈ જતાં હોય છે. પણ જ્યારે તે નવા ઘરમાં શિફ્ટ થશે ત્યારે ફેન્સને તેનો નજારો જોવા નહીં મળે. શાહરૂખે આ ઘર ખરીદવા માટે એક સાથે અનેક ફિલ્મો સાઈન કરી હતી. તેના વર્ક ફ્રન્ટને લઈ સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યું છે કે પુષ્પા ફેમ ડાયરેક્ટર સુકુમારની ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.