બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ગુજરાતી સિનેમા / 'તેઓએ મને પેશાબ કરવાનું કહ્યું', જ્યારે ડાયરેક્ટરે આ ગુજરાતી એક્ટ્રેસ સમક્ષ મૂકી ગજબ ડિમાન્ડ, તો રાજીખુશીથી તૈયાર થઇ ગઇ
Last Updated: 09:22 AM, 17 May 2025
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે આગળ વધી રહી છે. તાજેતરના વર્ષોમાં અનેક એવી ગુજરાતી ફિલ્મો સામે આવી છે જેમણે દર્શકોના દિલ પર રાજ કર્યો છે અને આજ સુધી એની ચર્ચા થતી રહે છે. એવી જ એક યાદગાર ફિલ્મ છે ‘વશ’, જે ફિલ્મે લોકોના રુંવાડા ઉભા કરી દીધા હતા. ફિલ્મના હિટ થયા બાદ તેનો હિંદી રિમેક બનાવવામાં આવી હતી જેમાં અજય દેવગન અને આર. માધવન જેવા દિગ્ગજ કલાકારોએ કામ કર્યું છે. રિમેક ફિલ્મમાં પણ ભયજનક દ્રશ્યો અને થ્રિલિંગ કથાવસ્તુને કારણે દર્શકોને ખૂબ પસંદ આવી છે.
ADVERTISEMENT
આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોની જાણીતી અને પ્રતિભાશાળી અભિનેત્રી જાનકી બોડીવાલાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાના અભિનય દ્વારા તેણે લોકોના દિલ જીતી લીધા હતા. ત્યારે તાજેતરમાં ફિલ્મફેર સાથેની એક મુલાકાત દરમિયાન જાનકીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ફિલ્મના એક દ્રશ્ય માટે દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે વાસ્તવમાં પેશાબ કરવાનો સીન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દિગ્દર્શકનું માનવું હતું કે જો આ દ્રશ્ય ખરેખર કરવામાં આવે તો તેની અસર ઘણી ઊંડી પડશે.
ADVERTISEMENT
જાનકીએ પણ આ માંગણીને સહર્ષ સ્વીકારી હતી અને કહ્યું હતું કે, “મને એવું લાગ્યું કે અભિનેત્રી તરીકે આવી ચોકાવનારી બાબત કરવી એક નવી તક છે. એવું કંઈક જે આજ સુધી કોઈએ પ્રયાસ પણ ન કર્યું હોય.” આ દ્રશ્ય અંતે શૂટ ન થયું કારણ કે તે માટે ઘણા રિટેકની જરૂર પડી હોત અને ટેકનિકલી એ સેટ પર શક્ય નહોતું. છતાં, જાનકી માટે આ દ્રશ્ય ખૂબ ખાસ હતો અને એ જ કારણથી તેણે આ ફિલ્મમાં કામ કરવાની સંમતિ આપી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ટોમ ક્રૂઝની ફિલ્મમાં 23 વર્ષની બોલિવૂડ હસીનાની એન્ટ્રી! વિરાટ કોહલી સાથે ખાસ કનેક્શન
જાનકીએ 2015માં કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખિત અને દિગ્દર્શિત ફિલ્મ 'છેલો દિવસ' થી અભિનય જીવનની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ‘ઓ તારે’, ‘તંબુરો’, ‘છુટી જશે છક્કા’, ‘તારી મેટ વન્સ મોર’ અને ‘નાડી દોષ’ જેવી ઘણી જાણીતી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. 'વશ' જેવી ફિલ્મના કારણે હવે તે હોરર અને થ્રિલર શૈલીમાં પણ પોતાની છાપ છોડી રહી છે. જાનકીના વ્યક્તિત્વમાં જુસ્સો અને નવી બાબતો માટે તૈયાર રહેવાની ભુમિકા સ્પષ્ટ દેખાય છે, અને બોલિવૂડમાં તેનું આગમન ગુજરાતી સિનેમાને પણ ગૌરવ અપાવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.