બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / આખરે 7 વર્ષના વનવાસનો અંત! ખતમ થઇ ગોવિંદા-કૃષ્ણાની લડાઈ, ટીનાએ શેર કર્યો જોરદાર વીડિયો
Last Updated: 09:57 PM, 3 December 2024
બોલીવુડ એક્ટર ગોવિંદા અને તેનો ભત્રીજા કૃષ્ણા અભિષેક વચ્ચે ચાલતા વિવાદનો અંત આવ્યો છે. બંનેએ તાજેતરમાં જ પોતાના જૂના મતભેદો સાથે મળીને ઉકેલ્યા છે. કપિલ શર્માના શોમાં ગોવિંદા અને કૃષ્ણા એક-બીજાને ગળે મળતા જોવા મળ્યા હતા. હવે આ મામલામાં ગોવિંદાની દીકરી ટીના આહુજાએ પોતાનું રીએક્શન આપ્યું છે. ટીનાએ જણાવ્યું કે હવે પરિવારમાં સંબંધ સુધારી ગયા છે, પણ પહેલા ખૂબ ટોક્સિક હતા.
ADVERTISEMENT
એક ઇંટરવ્યૂ દરમિયાન ગોવિંદાની દીકરી ટીના એ કહ્યું, ' આ ખૂબ ટોક્સિક થઈ ગયું હતું. હું ખોટું નહીં બોલું અને મે આ વાત આરતીને પણ કહી છે. હું હંમેશા પ્રયત્ન કરું છું કે પોતાની જાતને આ બધાથી દૂર રાખું. સાચું કહું તો હું મારા જીવનથી ખૂબ ખુશ છું. હું આ બધા વિશે વાત કરવા નથી ઇચ્છતી. મને લાગે છે કે આ હવે જૂની વાત છે અને હું આના વિશે વારંવાર વાત કરવા નથી ઇચ્છતી અને આની કોઈ જરૂર પણ નથી.'
ADVERTISEMENT
7 વર્ષો સુધી બંનેએ વાત નથી કરી
કૃષ્ણા અભિષેક અને ગોવિંદા વચ્ચે છેલ્લા 7 વર્ષથી વાતચિત બંધ હતી . કપિલ શર્માના શોમાં કૃષ્ણા નહતો જોવા મળ્યા, જે એપિસોડમાં ગોવિંદા એન તેની પત્ની સુનિતા મહેમાન બનીને આવી હતી. જોકે, આ વર્ષની શરૂઆત કૃષ્ણાની બહેન આરતી સિંહના લગ્ન દરમિયાન ગોવિંદા અને કૃષ્ણા પહેલી વાર મળ્યા. બીજી બાજુ, સુનિતા લગ્નમાં નહતી આવી અને તેના સમાધાન પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી
ગોવિંદાએ કૃષ્ણ અભિષેકને ગળે લગાવ્યો
તાજેતરમાં જ જ્યારે ગોવિંદા કપિલ શર્માના શોમાં પહોંચ્યા ત્યારે તેને કૃષ્ણા અભિષેકને ગળે લગાવતા જોવા મળ્યા. બંને ખૂબ ભાવુક થઈ ગયા અને પોતાના મતભેદ ભૂલીને સાથે ડાન્સ પણ કર્યો. આ એપિસોડ દરમિયાન ગોવિંદાએ તે સમય વિશે ખૂલીને વાત કરી જ્યારે તેમનો ઝગડો થયો હતો.
આ પણ વાંચોઃ માત્ર બે જ પાર્ટમાં ખતમ નહીં થાય 'પુષ્પારાજ', પુષ્પા 2ની રિલીઝ પહેલા જ ઝલક લીક
ગોવિંદાએ ભત્રીજા સાથે લડાઈની વાત કરી
ગોવિંદાએ કહ્યું, 'આ મજેદાર છે કે જેના કારણે આ બધુ થયું. હવે હું સાચું કહું છું, કે એક દિવસે હું આના પર ખૂબ ગુસ્સો હતો. મે પૂછ્યું કે કયા ડાયલોગ છે, જે તેને લખવા માટે કહે છે? મારી પત્ની સુનિતાએ કહ્યું કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવું કરે છે. કૃષ્ણાને કઇ ન કહો. તે પૈસા કમાવી રહ્યો છે અને તેને પોતાનું કામ કરવા દો. કોઈના માટે અડચણ ન બનો, કોઈની સાથે ખોટું ન કરો. તો હું બસ એટલું કહેવા માંગીસ કે તમે તેનાથી માફી માંગ, તે તને પ્રેમ કરે છે.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.