બોલીવૂડ ફિલ્મમેકર સંતોષ ગુપ્તા અને તેની દીકરીએ અંધેરીના એક ઉપનગર એરિયામાં પોતાની જાતને જીવતી સળગાવી દીધી હતી.
સંતોષ ગુપ્તાની પત્ની અને દીકરીએ કરી આત્મહત્યા
જીવતા જીવ પોતાની જાતને લગાવી દીધી આગ
હોસ્પિટલમાં લઇ જતા પહેલા જ થઇ ગયુ મૃત્યુ
પોલીસના જણાવ્યા અનુસાર સંતોષ ગુપ્તાની પત્નીનુ નામ અસ્મિતા અને દીકરીનું નામ સૃષ્ટિ ગુપ્તા હતું.
પીટીઆઇના એક રિપોર્ટ પ્રમાણે અંધેરી વેસ્ટના ડીએન નગર એરિયામાં માતા અને દીકરીએ સોમવારે બપોરે ઘરે જ અગ્નિસ્નાન કર્યુ હતુ. પડોશીઓને આ વાતની જાણકારી મળવા પર તેમણે ફાયર બ્રિગેડને સૂચના આપી હતી અને બાદમાં આ ઘટના ચર્ચામાં આવી હતી.
જલ્દીમાં તેમને કૂપર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં બંને માતાને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા હતા. સંતોષની દીકરી 70 ટકા બળી ગઇ હતી. તેને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી પરંતુ એક દીવસ પછી તેને પણ મૃત ઘોષિત કરી દેવામાં આવી હતી.
શું હતુ આત્મહત્યાનું કારણ
મળતી માહીતી અનુસાર અસ્મિતા લાંબા સમયથી કિડનીની બિમારીથી ઝઝૂમી રહી હતી અને આ સમસ્યાથી પરેશાન થઇને તેણે આ પગલુ ઉઠાવ્યું હતુ. જ્યારે દીકરીથી પોતાની માતાની તકલીફો જોવાતી નહોતી માટે માતા સાથે તેણે પણ અગ્નિસ્નાન કર્યુ હતુ.
પોલીસ ઇન્સ્પેક્ટર ભારત ગાયકવાડે કહ્યું કે , અમે બે અલગ અલગ એક્સીડેન્ટલ ડેથ કેસ રજીસ્ટર કર્યા છે અને તેની તપાસ ચાલુ છે.