બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'મારે અનેક નુકસાન વેઠવા પડ્યાં', ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઇ તુષાર કપુરે કર્યો ચોંકાવનારો ખુલાસો
Last Updated: 03:09 PM, 8 August 2024
ટીવી ક્વીન એકતા કપૂરના ભાઈ તુષાર કપૂરે બોલિવુડમાં પોતાની કિસ્મત આજમાવી હતી. પરંતુ તેમને એવી સક્સેસ ન મળી. તુષાર હવે વેબ શો કરે છે. તે હવે 10 જૂન કી રાતમાં જોવા મળે છે. આ શોમાં પ્રિયંકા ચોધરી પણ લીડ રોલમાં છે. જોકે હાલમાં જ તુષારે ઈન્ડસ્ટ્રીને લઈને વાત કરી.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકોએ મને નીચે પાડ્યો
એક ઈન્ટરવ્યૂમાં તુષાર કરૂરે કહ્યું, "ક્યારેક ક્યારેક મને લાગે છે કે આ સેક્શન મને હંમેશા માટે સ્વીકાર કેમ નથી કરી શકતું. મને લાગે છે કે આ સેક્શન એવા લોકોનો ભાગ છે જે તમને નીચે ખેંચે છે. આ દુખદ અને હકીકત છે. પરંતુ હું તેનાથી બહાર નિકળવા માંગું છું. થેંકફુલી મારી પાસે એક એવી ઓડિયન્સ છે જે મને જજ નથી કરતી ભલે મેં કંઈ પણ કહ્યું હોય."
ADVERTISEMENT
તુષારે આગળ જણાવ્યું, "લોકો હંમેશા ફિલ્મી ફેમિલીથી આવવાના ફાયદા વિશે વાત કરે છે. મારી પાસે અમુક એવા ફાયદા હતા પરંતુ મને પણ ઘણા નુકસાન ઉઠાવવા પડ્યા. એક નવા સ્ટૂડન્ટની જેમ વારંવાર ટેસ્ટ આપવી પડી. હું તેનાથી લડવા માટે પણ તૈયાર છું કારણ કે આ તમને સતર્ક રાખે છે. "
ADVERTISEMENT
ADVERTISEMENT
પોતાને આ રીતે રાખે છે મોટિવેટે
ADVERTISEMENT
તેમણે આગળ જણાવ્યું, "થેન્કફુલી મારો એક દિકરો છે જે મારો સ્ટ્રેસ બસ્ટર છે. જ્યાં હું પોઝિટિવ અને ફોક્સ્ડ છું તે દિશામાં પોતાના જીવનને જોવું છું. હું ફિટનેસને લઈને સજાગ છું. અને બૌદ્ધ ધર્મમાં માનું છું. આ બધી વસ્તુઓ મને મોટિવેટ કરે છે. હું માનું છું કે આખરે એક રોશની જરૂર હોય છે. ઉતાર-ચડાવ જરૂરી છે નહીં તો જીવન બોરિંગ થઈ જશે. હું આભારી છું કે હું હાલ છું અને પોતાના પ્રોજેક્ટ્સ વિશે વાત કરી રહ્યો છું."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.