બોલિવૂડ / કરણ જોહરના ઘરે યોજાયેલી પાર્ટીના વાયરલ વીડિયોની હકીકત આવી સામે, હવે એનસીબી કરશે આ કાર્યવાહી

bollywood film industry drug angle karan johar party ncb investigation update

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અત્યારે તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એનસીબી દરેક એંગલથી ડ્રગ્સ મામલે તપાસ કરી રહી છે. એનસીબીની ઘણી લાંબી પૂછપરછ કરી રહી છે અને આ મામલો ત્યારે ખૂબ જ હાઈલાઈટ થઈ ગયો છે જ્યારથી આ કેસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનું નામ જોડાયું છે. હવે મામલે કરણ જોહરની એક પાર્ટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઈને એ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પાર્ટીમાંસ્ટાર્સે ડ્રગ્સનું સેવન કર્યું હતું. એનસીબીની નજર આ પાર્ટી ઉપર છે. ત્યારે તપાસમાં વધુએક ખુલાસો સામે આવ્યો છે. જેને લઈને એ વાત સાફ થઈ ગઈ છે કે પાર્ટી દરમિયાનનો આ વીડિયો અસલી છે અને તેમાં કોઈ છેડછાડ કરાઈ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ