બોલિવૂડ / 3 વખત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચૂકેલા સરોજખાનનું કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન

bollywood famous choreographer saroj khan dies due to cardiac arrest

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડી રાતે કાર્ડિયાક એરેસ્ટના કારણે મુંબઈમાં નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ આવ્યા બાદ તેમને 17 જૂનથી મુંબઈની બાંદ્રામાં આવેલી ગુરુ નાનક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. શુક્રવારે 1.52 મિનિટે કાર્ડિયાક એરેસ્ટના કારણે તેમનું નિધન થયું છે. સરોજખાનની ઉંમર 71 વર્ષની હતી. થોડા દિવસો પહેલાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. મળતી માહિતી અનુસાર તેમને મુંબઈના ચારકોપ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ