બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 2 કલાક અને 23 મિનિટની ફિલ્મ, 10 મિનિટનો ક્લાઇમેક્સ, તમારા મગજને હચમચાવી નાખશે આ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ
Last Updated: 12:30 PM, 21 March 2025
જો તમને થ્રિલર મિસ્ટ્રી ફિલ્મો પસંદ છે તો આ વર્ષે 2025માં રિલીઝ થયેલી એક ધમાકેદાર ફિલ્મ વિશે આજે અમે તમને જણાવીશું . તેની વાર્તા એટલી જોરદાર છે, કે તમે ટીવી સ્ક્રિન પરથી આંખ હટાવી નહીં શકો. આ ફિલ્મ દર્શકોને સંપૂર્ણપણે મોહિત રાખે છે. જેના કારણે તેને IMDBની ટોચની રેટેડ ફિલ્મોમાં ગણવવામાં આવે છે. જો કે તમને જણાવી દઈએ કે આ ફિલ્મ તમે થિયેટરોમાં નહીં પરંતુ OTT પર જોઇએ શકો છો.
ADVERTISEMENT
હાલ અત્યારે આ ફિલ્મ OTT પ્લેફોર્મ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મનું નામ છે 'સુક્ષ્મદર્શિની' ( sookshmadarshini) આ ફિલ્મની વાર્તા મેન્યુઅલ નામના એક માણસની આસપાસ ફરે છે, જે તેના પડોશીઓને કહે છે કે તેની માતા કોઇક ગંભીર બિમારીથી પીડાય છે. શરૂઆતમાં ફિલ્મ જોતા બધું સામાન્ય લાગશે , પરંતુ જ્યારે ફિલ્મમાં પડોશમાં રહેતી પ્રિયાને મેન્યુઅલની વાત પર શંકા જાય છે. ત્યારે ખરા ટિવિસ્ટની શરૂઆત થાય છે.
ADVERTISEMENT
વાર્તામાં ખરો વળાંક ત્યારે આવે છે જ્યારે મેન્યુઅલની માતા અચાનક ગુમ થઈ જાય છે. આ ઘટના પ્રિયાને વધુ વિચારવા પર મજબૂર કરે છે. તે તેના બે મિત્રો સાથે આ રહસ્ય ઉકેલવા માટે એક પ્લાન નક્કી કરે છે. ધીમે ધીમે વાર્તામાં એવા વળાંક આવે છે જે દર મિનિટે દર્શકોને આશ્ચર્યજનક સસ્પેન્સથી ચોંકાવી દે છે
ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે તેનો અંતમાં 10 મિનિટનો ક્લાઇમેક્સ છે, જે કોઈપણના મનને ઉડાવી શકે છે. આ બે કલાક અને 23 મિનિટ લાંબી ફિલ્મમાં, દરેક દ્રશ્ય રહસ્ય અને રોમાંચથી ભરેલું છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ પ્રેક્ષકોના મનમાં પ્રશ્નો અને જિજ્ઞાસા વધતી જાય છે. ફિલ્મની છેલ્લી ક્ષણે જે ખુલાસો થાય છે તે કોઈને પણ ચોંકાવી શકે છે.
આ ફિલ્મ 22 નવેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. 'સુક્ષ્મદર્શિની' એ વિશ્વભરમાં લગભગ 55 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે જે એક રહસ્યમય થ્રિલર માટે એક ઉત્તમ આંકડો છે.
આ પણ વાંચો : 'મારો દીકરો મારો ઉત્તરાધિકારી નહીં...' અમિતાભ બચ્ચને અભિષેક વિશે આવું કેમ કહ્યું?
થિયેટરમાં રિલીઝ થયાના બે મહિના પછી, એટલે કે 11 જાન્યુઆરી 2025ના રોજ, આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Jio Hotstar પર રિલીઝ થઈ. તમે તેને મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં જોઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.