બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 72 કલાક ચાલ્યું હતું કિસિંગ સીનનું શૂટિંગ, 90ના દશકની જાણીતી અભિનેત્રી સાથે જોડાયેલો છે કિસ્સો

મનોરંજન / 72 કલાક ચાલ્યું હતું કિસિંગ સીનનું શૂટિંગ, 90ના દશકની જાણીતી અભિનેત્રી સાથે જોડાયેલો છે કિસ્સો

Last Updated: 01:48 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવેના સમયમાં ફિલ્મોમાં પ્રેમ દર્શાવવાનું સ્વરૂપ ઘણું બદલાઈ ગયું છે. એક વખત એવું પણ થયું હતું કે બોલીવૂડમાં એક લિપલોક સીનનું શૂટિંગ આખા ત્રણ દિવસ ચાલ્યું હતું!

સમય બદલાઈ રહ્યો છે અને સાથે જ ફિલ્મોનું દૃષ્ટિકોણ પણ બદલાઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે બોલીવૂડ ફિલ્મોમાં પ્રેમને દર્શાવતો કિસિંગ સીન જોવા મળવો દુર્લભ હતો. પરંતુ આજે, ખાસ કરીને OTT પ્લેટફોર્મના પ્રભાવથી, ચુંબન દ્રશ્યો સામાન્ય બન્યા છે. પરંતુ શું તમને ખબર છે કે 90ના દાયકામાં બોલીવૂડમાં એક એવો લિપલોક સીન શૂટ થયો હતો, જેનુ શૂટિંગ પૂરું થવામાં આખા 3 દિવસ લાગી ગયા હતા?

raja-hindustani

અમે વાત કરી રહ્યા છે 1996માં આવેલી સુપરહિટ રોમાન્ટિક ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’. આ ફિલ્મમાં આમિર ખાન અને કરિશ્મા કપૂર મુખ્ય ભુમિકામાં હતા. બંને વચ્ચે એક કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો, જે તેણે વખતે હિન્દી સિનેમામાં ખૂબ જ ચર્ચિત અને દ્રશ્ય માનવામાં આવ્યા છે.

72 કલાક ચાલ્યું ચુંબન દ્રશ્યનું શૂટિંગ

ફિલ્મના દિગ્દર્શક ધર્મેશ દર્શન લહરેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ ચુંબન દ્રશ્ય સ્ક્રિપ્ટની માગ મુજબ ઘણું મહત્વપૂર્ણ હતું અને તેને વરસાદના દ્રશ્યમાં શૂટ કરવાનું હતું. જોકે, આ દ્રશ્યની શૂટિંગ પ્રક્રિયા સરળ નહોતી. તેમાં 72 કલાક એટલે કે આખા ત્રણ દિવસ લાગ્યા હતા!

raja-hindustani-2

કરિશ્મા કપૂરની માતા બબીતા સેટ પર હાજર રહી

તે સમય દરમિયાન, કરિશ્મા કપૂર હજુ એટલી યુવા અને અનુભવી નહોતી. તેથી આ પ્રકારના દ્રશ્યો શૂટ કરવાને લઈને તે થોડી અસમંજસમાં હતી. એ માટે કરિશ્માએ પોતાની માતા બબીતાને સેટ પર બોલાવી. બબીતાની હાજરીમાં અને વાતચીત બાદ કરિશ્મા એ દ્રશ્ય કરવા માટે તૈયાર થઈ. આ દ્રશ્ય આમિર અને કરિશ્મા વચ્ચે થયો અને તે હિન્દી સિનેમાના સૌથી લાંબો કિસિંગ સીનમાંનો એક ગણાય છે.

આ પણ વાંચો : ફિલ્મમાં દુષ્કર્મના સીન દરમિયાન ધ્રુજી ગઈ હતી અભિનેત્રી, ઊલટી થતા હાલત થઈ હતી ખરાબ

રાજા હિન્દુસ્તાની – એક ઐતિહાસિક પ્રેમકથા

‘રાજા હિન્દુસ્તાની’ એ સમયની સૌથી લોકપ્રિય લવ સ્ટોરીઝમાંની એક હતી. આમિર અને કરિશ્માની જોડી સાથે ફિલ્મના ગીતો, વાર્તા અને ખાસ કરીને આ કિસિંગ સીન આજે પણ લોકોએ યાદ રાખ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

longest liplock scene Raja Hindustani kiss Bollywood kissing scene
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ