સલમાન ખાનનું નસીબ બદલી નાખ્યુ હતુ આ પ્રોડ્યુસરે, નિધન પર બોલિવૂડ શોકમગ્ન

By : juhiparikh 03:44 PM, 21 February 2019 | Updated : 03:47 PM, 21 February 2019
રાજશ્રી પ્રોડક્શનના ચેરમેન અને સૂરજ બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યાનું આજે ગુરુવારે અવસાન થયું. મુંબઈની રિલાયન્સ હરકિશનદાસ હોસ્પિટલમાં એમને છેલ્લા શ્વાસ લીધા. રાજકુમાર બડજાત્યાએ હિન્દી સિનેમાના અદભુત મૂવી પ્રોડ્યૂસ કર્યાં છે. તેમના મૃત્યુના સમાચાર એમના પ્રોડક્શન હાઉસ રાજશ્રીના ઑફિશ્યલ ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવ્યા. 

 
રાજકુમાર બડજાત્યાને તેના પિતા તારાચંદ બડજાત્યાથી રાજશ્રી પ્રોડક્શન વારસામાં મળ્યું હતું. રાજકુમારે આ વારસો તેના દીકરા સૂરજને સોંપ્યો.

રાજકુમારે 'પ્રેમ રતન ધન પાયો' , 'હમ સાથ સાથ હૈ' , 'વિવાહ', 'હમ આપકે હૈ કૌન', 'મૈંને પ્યાર કિયા', 'મેં પ્રેમ કી દિવાની હૂં' જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી હતી.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. માધુરી દીક્ષિત, અનુપમ ખેર, સ્વરા ભાસ્કરે તેમને યાદ કરી ટ્વીટ કરી હતી અને એમના પરિવારને સહાનુભૂતિ આપી હતી. અનુપમ ખેરે લખ્યું કે, ''હું એમને મારી પહેલી ફિલ્મ સારાંશથી જાણું છું. તેઓ ખુબ ઉમદા માણસ હતા.''

   

 Recent Story

Popular Story