દુર્ગાષ્ટમીના દિવસે મુંબઇમાં બોલિવુડ સ્ટાર્સ પણ દુર્ગા પંડાલમાં દર્શન અને પૂજા કરવા માટે પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચનની સાથે નોર્થ મુંબઇમાં લાગેલા સર્બોજનીન દુર્ગા પૂજા પંડાલમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કાજોલ અને અયાન મુખર્જીના પરિવારના સભ્યો પણ હાજર હતા.
દુર્ગાપૂજા કરવા માટે પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ
બિગ બી અને જયા બચ્ચન તથા કાજોલ અને અયાન દુર્ગાપૂજા માટે સાથે જોવા મળ્યા.
જયા બચ્ચને આ પ્રંસગે સફેદ રંગની લાલ અને પિંક બોર્ડરની સાડી પહેરેલી હતી, તેણે ગજરો લગાવ્યો હતો. જ્યારે બિગ બી સફેદ કલરનો કુર્તો પાયજામામાં જોવા મળ્યા હતા, જેના પર ક્રીમ કલરની શાલ ઓઢી હતી.
Mumbai: Amitabh Bachchan and Jaya Bachchan along with Ayan Mukherjee and Kajol at North Bombay Sarbojanin Durga Puja pandal on ##durgaashtami today. pic.twitter.com/BVc7G9siHY
#WATCH Mumbai: Amitabh Bachchan and Jaya Bachchan along with Ayan Mukherjee and Kajol at North Bombay Sarbojanin Durga Puja pandal on #Durgaashtami, earlier today. pic.twitter.com/Hj2bdfqL3K
આ સિવાય બોલિવુડની એક્ટ્રેસ કાજોલ પણ પોતાના દિકરા યુગ દેવગન સાથે પહોંચી હતી. કાજોલની સાથે તેનો કઝિન અને બોલિવુડ ડિરેક્ટર અયાન મુખર્જી પણ દુર્ગામાંના દર્શન કરવા માટે પહોંચ્યો હતો.
આ સિવાય કાજોલે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર કેટલીક ફોટોઝ શૅર કરી છે જેમાં તે પોતાના માતા તનુજા, બહેન તનિષા અને બોલિવુડ એક્ટ્રેસ રાની મુખર્જી સાથે જોવા મળી રહી છે.