દિપીકાએ જવાબ આપ્યો હતો કે, ' મને ઘણું અજીબ મહેસુસ થતું હતું, મારી અંદર એક ખાલીપો હતો. મને કામ પર જવાનું મન નહતું થતું.
અભિનેત્રી દિપીકા પાદુકોણ ડિપ્રેશન માંથી પણ પસાર થઈ ચૂકી છે
ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં તેની માતાએ તેની મદદ કરી હતી
મારી અંદર એક ખાલીપો હતો. મને કામ પર જવાનું મન નહતું થતું.- દિપીકા
બોલિવૂડ અભિનેત્રી દિપીકા પાદુકોણ ઘણી વખત તેની મેન્ટલ હેલ્થ પર વાત કરી ચૂકી છે. અભિનેત્રીએ ડિપ્રેશન માંથી પણ પસાર થઈ ચૂકી છે એ વિશે એમને વાત કરી હતી અને એમને ત્યાં સુધી પણ કહ્યું હતું કે તે આત્મહત્યા પણ કરવાની હતી. દેશમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા વધારવા માટે એમ એનજીઓની સ્થાપના કરવાવાળી દિપીકાએ તેની માતાને એ વાતનો ક્રેડિટ આપ્યો હતો કે, ' ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં તેની માતાએ તેની મદદ કરી હતી.'
ડિપ્રેશન સામે હિંમત રાખીને લડવાવાળી દિપીકા તેના વિશે વાત કરતાં કહ્યું હતું કે, ' હું કોઈ કારણ વિના અંદરથી તૂટી જતી હતી. એવા ઘણા દિવસો હતા જ્યાં હું જાગવા નહતી નહતી માંગતી, હું ફક્ત એટલા એટ સૂતી હતી કારણકે નિંદર જ એક વસ્તુ હતી જે મને શાંત રાખી શકતી હતી. હું ઘણી વખત આત્મહત્યા કારવાનું પણ વિચારતી.' એમને એમ પણ ખુલાસો કર્યો હતો કે તેના માતાપિતા જ્યારે તેને મળવા આવતા ત્યારે તેની સામે નોર્મલ વર્તન કરવાની કોશિશ કરતી હતી, 'મારા માતાપિતા બેંગલોરમાં રહેતા હતા અને એ લોકો જ્યારે મને મળવા આવતા ત્યારે હું નૉર્મલ વર્તન કરતી હતી અને એમ જ જાતવતી હતી કે બધુ નોર્મલ છે.'
જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું હતું કે તેને કઈ રીતે ખબર પડી કે તે ડિપ્રેશનમાં છે એ સમયે દિપીકાએ જવાબ આપ્યો હતો કે, ' મને ઘણું અજીબ મહેસુસ થતું હતું, મારી અંદર એક ખાલીપો હતો. મને કામ પર જવાનું મન નહતું થતું. ક્યાંય બહાર જવાનું પણ મન નહતું થતું. ઘણી વખત મને નહતી ખબર કે હું શું ઇચ્છતી હતી અને કોઈક વખત મને જીવવાની પણ ઈચ્છા નહતી થતી. મને એવું લાગી રહ્યું હતું કે મારા જીવનનો કોઈ ઉદ્દેશ્ય નથી.' જો કે દિપીકા હાર માન્યા વિના એ ડિપ્રેશનમાંથી બહાર નિકલી ગઈ અને આજે બીજા લોકોને તેની કહાની સંભળાવીને મદદ કરે છે.
દોપિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. દિપીકા પ્રભાસ સાથે એક ફિલ્મમાં નજર આવશે. આ સિવાય હૃતિક રોશન સાથે, અમિતાભ બચ્ચન સાથે અને એ સિવાય સહરૂખ ખાન સાથેની ફિલ્મોમાં નજર આવશે. એ સિવાય રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ તે કેમિયો રોલમાં નજર આવશે.