બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ-અનુષ્કાએ વામિકા અને અકાયની બતાવી પહેલી ઝલક! તસવીરો સો.મીડિયા પર વાયરલ
Last Updated: 08:58 PM, 17 April 2025
બોલિવૂડ એક્ટ્રસ અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછીથી જ બંનેએ પોતાના અંગત જીવનને ખૂબ જ ગુપ્ત રાખ્યું છે. આ દંપતી બે બાળકોના માતા-પિતા છે. જેનો ફેસ તેમને હજુ સુધી જાહેર કર્યો નથી. પરંતુ આ દિવસોમાં અનુષ્કા-વિરાટનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બે બાળકો સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો. આ જોઈને, યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ અકાય અને વામિકા છે.
ADVERTISEMENT
શું અનુષ્કા-વિરાટે તેમના બાળકોની ઝલક બતાવી?
ખરેખર, બાળકો સાથે અનુષ્કા અને વિરાટની આ તસવીર એક ફેન પેજ પર શેર કરવામાં આવી છે. જેમાં વિરાટ અને તેના ખોળામાં બેઠેલા બાળકે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરી છે. અનુષ્કા બાળકીને ખોળામાં રાખીને કેઝ્યુઅલ લુકમાં સેલ્ફી લેતી જોવા મળી. આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ કહે છે કે આ વામિકા અને અકાયનો અસલી ફોટો છે અને આ કપલે તેમના ચહેરા જાહેર કર્યા છે. તે જ સમયે કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે આ ફોટો નકલી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી! સરળ ભાષામાં સમજો તફાવત
વાયરલ ફોટા પાછળનું સત્ય શું છે?
તમને જણાવી દઈએ કે આ ફોટો વાસ્તવિક નથી પણ AI દ્વારા બનાવવામાં આવ્યો છે. જેમાં વામિકા અને અકય કેવા દેખાય છે તે બતાવવામાં આવ્યું છે. ભલે આ ફોટો AI દ્વારા બનાવવામાં આવ્યો હોય, પણ યુઝર્સ કહે છે કે આ દંપતીના બાળકો વાસ્તવિક જીવનમાં પણ બિલકુલ આવા જ દેખાશે.
વિરાટ-અનુષ્કાના લગ્ન ક્યારે થયા?
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ વર્ષ 2017 માં ઇટાલીમાં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.