બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / વિવેક ઓબેરોયે દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી, બોલિવુડમાં કારકિર્દીનો ગ્રાફ ડાઉન તો 1200 કરોડની નેટવર્થ કેવી રીતે ઊભી કરી?
Last Updated: 06:52 PM, 2 December 2024
બોલિવુડ કલાકારની વાત નીકળે ત્યારે ખાન ત્રિપુટીનો ચહેરો લોકમાનસમાં પહેલો ઉપસી આવે. બોલિવુડ કલાકારોની વૈભવી જીવનશૈલીથી લોકો આકર્ષાતા હોય છે. તેઓ જે ફિલ્મી પડદે પોતાની કળાનો જાદુ પાથરે એમાંથી દેશનો એક મોટો વર્ગ એવો છે જે તેમનું અનુકરણ પણ કરતો હોય છે. કેટલાય યુવાઓ એવા હશે કે જેમના તેઓ રોલ મોડલ હશે. પણ તેમની કમાણીની ચર્ચા એ દેશભરમાં હંમેશા સદાબહાર ચર્ચાતો વિષય રહ્યો છે. ત્યારે આજે એક એવા બોલીવુડ એક્ટર વિશે વાત કરવી છે કે જેની બોલીવુડ કરિયર ખાસ એવી કંઈ રહી નથી. તે છતાં પણ વર્ષે કરોડોની કમાણી કરી રહ્યા છે. બોલિવુડની ચમકદાર દુનિયામાં નામ કમાવવું સરળ નથી હોતું. ભલે પછી સ્ટારનો દિકરો હોય કે પછી દિકરી. જો તમે સ્ક્રીન પર દર્શકોને આકર્ષવામાં સફળ નથી થતા તો સફળતા નથી મળતી. જો તમને કામ મળે તો જ તમે તમારી જાતને સ્ક્રીન પર રજૂ કરી શકો છો. ઘણા સ્ટાર્સ આવે છે અને જાય છે તેમાં પણ કેટલાક સ્ટાર કડ્સ પણ હોય છે. તેમાંથી એક વિવેક ઓબેરોય. તેમની કારકીર્દીમાં હિટ અને બ્લોકબસ્ટર કરતાં ફ્લોપનો સામનો વધુ કર્યો છે. ત્યારે તાજેતરમાં તેમની કરોડોની સંપત્તિનો ખુલાસો થયો છે. ત્યારે આજે વિશ્લેષણમાં તેમની કારકીર્દી, તેમની સફળતા અને કરોડોની સંપત્તિ કેવી રીતે બનાવી તે જાણીશું.
ADVERTISEMENT
વિવેક ઓબેરોયની ચર્ચા કેમ?
વિવેકે દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી છે. કાર કલેક્શનમાં 12 કરોડની રોલ્સ રોયસની એન્ટ્રી થઈ છે. ભારતના સૌથી ધનિક અભિનેતાઓમાંના એક વિવેક ઓબેરોય છે. વિવેકની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયા છે
ADVERTISEMENT
અભિનેતા - નેટવર્થ
અલ્લુ અર્જુન - 340 કરોડ
રજનીકાંત - 400 કરોડ
પ્રભાસ - 250 કરોડ
વિવેક ઓબેરોય - 1200 કરોડ
કેવી રહી વિવેકની કરિયર?
2002 થી 'કંપની' ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. 90ના દાયકામાં 'સાથિયા' અને 'ઓમકારા' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સફળ ફિલ્મોથી પોતાની ઓળખ ઉભી ન કરી શક્યા અને 22 વર્ષની કારકિર્દીમાં માત્ર 4 હિટ ફિલ્મો આપી હતી. સલમાન ખાન સાથેના વિવાદ બાદ કરિયરનો ગ્રાફ નીચે ગયો હતો. તેલુગુ અને મલિયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું અને હાલમાં વેબ સીરિઝ 'ઈનસાઈડ એજ'માં એક્ટિંગની નોંધ લેવાઈ રહી છે.
15 વર્ષની ઉંમરે વેપારની દુનિયામાં પ્રવેશ
એક્ટર બન્યા પહેલા બિઝનેસની દુનિયામાં મંડાણ માંડી દીધા હતા. માત્ર 15 વર્ષની ઉંમરે જ નાનું-મોટું કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પિતા કેટલીક ચીજવસ્તુઓ લઈ આવતા અને કહેતા કે તું આમાંથી કેટલું કમાઈ શકે છે. જો તેમણે એક હજારનો સામાન લીધો હોય તો તેઓ પિતાને તે રૂપિયા પરત કરતા હતાં. પિતા પાસેથી વેપારની કુનેહ પ્રાપ્ત થઈ છે.
શેરબજારમાં રોકાણ
પિતા સુરેશ ઓબેરોય દર મહિને 500 રૂપિયા પોકેટ મની આપતા હતા. પૈસા બચાવીને સ્ટોક માર્કેટમાં રોકવાના શરૂ કર્યા હતા. બ્રોકર્સ પાસેથી ટ્રેનિંગ લઈને 17 વર્ષે તો સ્ટોક માર્કેટ પોર્ટફોલિયો બનાવ્યો હતો. 19 વર્ષે બેંગ્લુરુના વ્હાઈટફિલ્ડમાં બિઝનેસ સેટઅપ ઉભું કર્યું અને 21 વર્ષની ઉંમરે પોતાનો સ્ટોક વેચીને ન્યુયોર્ક ભણવા ચાલ્યા ગયા હતા.
1200 કરોડની નેટવર્થ
કર્મા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની રિયલ એસ્ટેટ કંપની છે. ઓબેરોય મેગા એન્ટરટેઈનમેન્ટ નામની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ ચલાવે છે. ઘણા સ્ટાર્ટઅપમાં એન્જલ ઈન્વેસ્ટર છે. હેલ્થકેર ક્ષેત્રના સ્ટાર્ટઅપમાં રોકાણ તેમજ સ્વર્ણિમ યુનિવર્સિટીના સહ સંસ્થાપક છે. UAEમાં 2,300 કરોડનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પણ છે.
આ પણ વાંચો: વૃદ્ધો અને બાળકો રહે એલર્ટ! ઠંડી વધ ઘટ થતાં આરોગ્ય વિભાગે જાહેર કરી ગાઇડલાઇન, સલાહ સોનરી
વેપારમાં સફળ વિવેક ઓભેરોય
કર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના માલિક વિવેક ઓબેરોય છે. 2016માં કર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શરૂઆત કરી હતી. મહારાષ્ટ્રના શાહપુરમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. 15 હજાર પરિવારો માટે 7 લાખ 90 હજારમાં ઘર બનાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.