બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ફેમસ એક્ટ્રેસની પુત્રીનું વાઈના હુમલાથી અવસાન થતાં બોલીવુડમાં શોક, નાની ઉંમરે અલવિદા
Last Updated: 06:23 PM, 6 August 2024
બોલીવુડ એક્ટ્રેસ દિવ્યા શેઠ શાહના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દિવ્યા શેઠની 22 વર્ષની પુત્રી મિહિકા શાહનું અવસાન થયું છે. તાવ અને વાઈના હુમલાને કારણે મિહિકાનું અવસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. મિહિકાના નિધનના સમાચાર ખુદ દિવ્યા શેઠ શાહે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
ADVERTISEMENT
<script async src="//www.instagram.com/embed.js"></script>
ADVERTISEMENT
દિવ્યા શેઠે દીકરીના મોતના સમાચાર આપ્યાં
દિવ્યા શેઠ શાહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'અત્યંત દુઃખ સાથે અમને જણાવવું પડે છે કે અમારી પ્રિય મિહિકા હવે અમારી વચ્ચે નથી. તેમણે 5મી ઓગસ્ટ 2024ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. આ સાથે દિવ્યાએ લખ્યું કે મિહિકાની પ્રાર્થના સભા 8 ઓગસ્ટે સાંજે 4 થી 6 વાગ્યા સુધી છે. મિહિકાના આ રીતે જતા રહેવાથી તેમના ઘરમાં શોકનો માહોલ છે. આ કારણે તેની દાદી અને અભિનેત્રી સુષ્મા સેઠની હાલત પણ ખરાબ છે.
દિવ્યાએ ગત અઠવાડિયે શેર કરી હતી તસવીર
દિવ્યાએ ગયા અઠવાડિયે જ એક હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી હતી. આ ફોટોમાં મિહીકા તેની માતા દિવ્યા અને દાદી સુષ્મા સાથે જોવા મળી રહી છે. આને શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'DNA એ એકમાત્ર વાસ્તવિકતા છે. બાકી બધું ખૂબ મહેનતનું છે. માતૃત્વ માટે આભાર.
કોણ હતી મિહિકા શાહ?
મિહિકા હજુ ભણતી હતી અને મીડિયાની ચમકથી દૂર રહીને પોતાનું જીવન જીવવાનું પસંદ કરતી હતી. મિહિકાની માતા દિવ્યા અને દાદી સુષ્મા સેઠ બન્ને એક્ટર છે. લોકપ્રિય અભિનેત્રી સુષ્મા સેઠ તેમના દમદાર અભિનય માટે જાણીતી છે. તે 'કભી ખુશી કભી ગમ...', 'ચલ મેરે ભાઈ', 'કલ હો ના હો', 'નગીના' અને 'સ્ટુડન્ટ ઑફ ધ યર'માં તેના અભિનય માટે જાણીતી છે. સુષ્મા સેઠની પુત્રી દિવ્યા સેઠ 'જબ વી મેટ', 'દિલ ધડકને દો', 'આર્ટિકલ 370' જેવી ફિલ્મોમાં અભિનય કરવા માટે જાણીતી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.