બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / bollywood actor paresh rawal viral tweet on caa npr and nrc

નિવેદન / પરેશ રાવલે ટ્વિટ કરીને કહ્યું, તમારે હિન્દુસ્તાન તમારા બાપનું છે એ સાબિત નથી કરવાનું પરંતુ...

Mehul

Last Updated: 10:00 PM, 27 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેતા અને રાજકીય નેતા પરેશ રાવલ (Paresh Rawal) કોઇપણ મુદ્દા પર પોતાની વાત ખુલીને રજૂ કરે છે. ત્યારે એકવાર ફરી પરેશ રાવલે સીએએ (CAA), NPR, NRC પર પોતાની વાત રાખતા ટ્વિટ કર્યું છે. પરેશ રાવલનું ટ્વિટ વાયરલ થઇ રહ્યું છે અને સોશિયલ મીડિયા યૂઝર્સ તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

  • બોલીવુડ અભિનેતા અને રાજકીય નેતા પરેશ રાવલનું મોટુ નિવેદન
  • પરેશ રાવલે CAA અને NPR પર પોતાની વાત રજુ કરી
  • પરેશ રાવલ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે

નોંધનીય છે કે, 25 જાન્યુઆરીએ પરેશ રાવલે એક ટ્વિટ કર્યું. આ ટ્વિટમાં અભિનેતાએ લખ્યું, 'મિત્રો, આપે એ નથી સાબિત કરવાનું કે ભારત આપના બાપનું છે. પરંતુ આપે એ સાબિત કરવાનું છે કે, આપના બાપ ભારતના છે.' પરેશ રાવલનું આ ટ્વિટ ચર્ચામાં આવ્યું છે. 

 

આ વાત તો સ્પષ્ટ છે કે, સીએએ (Citizenship Amendment Act) અને એનઆરસીને લઇને ન માત્ર સામાન્ય લોકો પરંતુ બોલીવુડ સ્ટાર પણ વહેંચાઇ ગયા છે. કેટલાક સ્ટાર તેના સમર્થનમાં છે તો અન્ય સીએએ (CAA) અને એનઆરસી (NRC)ના વિરોધમાં. ત્યારે રાજકારણી પરેશ રાવલ લાંબા સમયથી પોતાની વાત સોશિયલ મીડિયામાં મુકતા આવ્યા છે. 

નોંધનીય છે કે, પરેશ રાવલ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ ન માત્ર સિનેમાથી જોડાયેલી વાતો પરંતુ પોતાની વ્યક્તિગત જિંદગી સાથે જોડાયેલી વાતોને પણ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે શૅર કરે છે. ફિલ્મો ઉપરાંત બોલીવુડ અભિનેતા પરેશ રાવલ અમદાવાદ પૂર્વથી ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood CAA Protest NRC National News paresh rawal ગુજરાતી ન્યૂઝ Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ