બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન અલગ થયા? સોશિયલ મીડિયા પોસ્ટથી કન્ફર્મ થયાની ચર્ચા

મનોરંજન / ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન અલગ થયા? સોશિયલ મીડિયા પોસ્ટથી કન્ફર્મ થયાની ચર્ચા

Last Updated: 09:20 AM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના અલગ થવાની ખબરો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓમાં છે. હાલમાં જ આખો બચ્ચન પરિવાર અનંતના લગ્નમાં પહોંચ્યો હતો, પરંતુ ઐશ્વર્યા રાય પોતાની દીકરી આરાધ્યા સાથે અલગ જોવા મળી. દરમિયાન અભિષેક બચ્ચને એવું કંઈક કરી દીધું કે બધા જ ચોંકી ગયા છે.

એક તરફ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે પાર્ટીની રોનક વધારી તો બીજી તરફ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના અલગ થવાના સમાચારે ફરી જોર પકડ્યું છે. આ લગ્નમાં અભિષેક તેના આખા પરિવાર સાથે પહોંચ્યો હતો, તો ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા બચ્ચન સાથે એકલી જોવા મળી હતી. આ લગ્ન દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે જોવા મળી ન હતી. આ સમાચારો વચ્ચે અભિષેકે કંઈક એવું કર્યું છે જેના કારણે તે ફરી ચર્ચામાં આવી ગયા છે.

અમિતાભ બચ્ચન સાથે તેમની પત્ની જયા બચ્ચન, પુત્રી શ્વેતા નંદા અને પુત્ર અભિષેક બચ્ચન પણ હતા. આ દરમિયાન શ્વેતા નંદાના પતિ અને બંને બાળકો પણ આ ફેમિલી ફોટોમાં જોવા મળ્યા. જો કે, આખા પરિવારના પહોંચ્યા પછી થોડીવાર પછી ઐશ્વર્યા રાયની એન્ટ્રી થાય છે, જેની સાથે દીકરી આરાધ્યા જોવા મળી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ મામલો સતત વધી રહ્યો છે.

અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેકે કર્યું આવું

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના અલગ થવાની અફવાઓએ જોર પકડી લીધું હતું. પરંતુ લગ્નમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. એક તરફ આખો બચ્ચન પરિવાર અને બીજી તરફ ઐશ્વર્યા રાય એકલી તેની દીકરી સાથે. આ વાયરલ વીડિયો પછી લોકોએ કહ્યું કે કદાચ કપલ વચ્ચે બધુ બરાબર નથી, તેથી જ આવું થઈ રહ્યું છે. જ્યારે, કેટલાક લોકોએ બચ્ચન પરિવારને તેમની વહુને એકલી છોડી દેવા માટે ટ્રોલ પણ કર્યો હતો.

post

આ બધા વચ્ચે અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લાઈક કરી છે. આ પોસ્ટ છૂટાછેડા અને તૂટેલા દિલ સાથે જોડાયેલી છે. અભિષેક બચ્ચને આ પોસ્ટ લાઈક કરી છે. હીના ખંડેલવાલ નામની લેખિકાએ આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં લખ્યું છે કે,

PROMOTIONAL 13

"હવે પરિણીત યુગલો અલગ થઈ રહ્યા છે. તેમના નિર્ણય પાછળનું કારણ શું છે અને ગ્રે ડિવોર્સ કેમ વધી રહ્યા છે? છૂટાછેડા કોઈ માટે સરળ નથી. કોણ હંમેશા ખુશ રહેવાનું સપનું નથી જોતું કે રોડ ક્રોસ કરતી વખતે હાથ પકડેલા વડીલ કપલ્સના વીડિયોને ફરી બનાવવાની કલ્પના નથી કરતા? છતાં ક્યારેય-ક્યારેક જીવન એવું નથી હોતું જેની આપણે અપેક્ષા રાખીએ છીએ. પરંતુ જ્યારે લોકો દાયકાઓ સુધી સાથે રહ્યા પછી અલગ થઈ જાય છે, તેમના જીવનનો નોંધપાત્ર ભાગ નાની અને મોટી બંને બાબતો માટે એકબીજા પર આધાર રાખીને વિતાવે છે, ત્યારે તેઓ કેવી રીતે સામનો કરે છે? તેમને સંબંધો તોડવા માટે કઈ વસ્તુ દબાણ કરે છે? તેઓ કયા પડકારોનો સામનો કરે છે? આ વાર્તા આ પ્રશ્નોનું ઊંડાણપૂર્વક ચિંતન કરે છે. 'ગ્રે ડિવોર્સ' અથવા 'સિલ્વર સ્પ્લિટર્સ' સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી વૈવાહિક વિસર્જન ઇચ્છતા લોકો માટેનો શબ્દ છે, જે સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. જો કે કારણો અલગ છે, પરંતુ આશ્ચર્યજનક નથી ..."

આ પણ વાંચો: મિનિ ટ્રેનમાં ખાવાનું પીરસાયું, જુઓ તો ખરા અંબાણીના શાહી લગ્નનો યુટ્યુબરે ઉતારેલો વીડિયો

અભિષેક બચ્ચને કરી પોસ્ટ લાઈક

લેખિકાએ અભિષેક બચ્ચનની લાઈક કરેલી પોસ્ટનો સ્ક્રીનશોટ લીધો અને તેને સ્ટોરી પર શેર કર્યો. આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. લોકો આના પર કોમેન્ટ કરી રહ્યા છે, "કેવી રીતે તમે લોકો આટલું ઓબ્સર્વ કરી લો છો યાર." જો કે આ મામલે અત્યાર સુધી કપલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Ray Abhishek Bachchan Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ