બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસ ભરતીમાં ડમી ઉમેદવાર પકડાયો, ચાલબાજ યુવકનો કાંડ છતો, પોલીસને ઈનામ
Last Updated: 08:39 PM, 23 January 2025
ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે તે દરમિયાન ગઈ કાલે મહેસાણા ખાતે એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવ્યો હતો. સમગ્ર મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સતર્કતા દાખવીને બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઇનામ આપશે.
ADVERTISEMENT
બોગસ ઉમેદવાર ઝડપાયો
ADVERTISEMENT
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યભરમાં અલગ-અલગ 15 ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી પ્રક્રિયા તા.08/01/2025થી ચાલી રહી છે. શારીરિક કસોટી દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ઉચ્ચ સ્તરીય મોનીટરીંગ સાથે ભરતી બોર્ડ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સાથે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. તા.22/01/2025ના રોજ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. એક ઉમેદવાર તેના મિત્રના કોલલેટરનો ઉપયોગ કરી, ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં નામ અને સરનામાની વિગતોમાં Editing કરી, પોતાના નામનો ખોટો કોલલેટર બનાવી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કરતાં પકડી પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 14.28 લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા, કયા પ્રવાહમાં કેટલા? આંકડા જાહેર
પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત
આ બોગસ ઉમેદવાર વિરૂધ્ધ મહેસાણા એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. અધિનિયમ કલમ 336(2) અને 340(2) મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ, બોગસ ઉમેદવારને પકડવામાં સતર્કતા દાખવનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તરફથી પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.