સાવધાન સુરતીઓ! / જો કાયદો તોડયો તો ગયા સમજો, ભારતનું પ્રથમ સ્માર્ટ પોલીસ સ્ટેશન રાખશે હવે બાજ નજર

Body Worn Camera in Surat Katargam Police Station

સુરત શહેર પોલીસ ધીમે ધીમે હવે ટેક્નોલોજીના ઉપયોગ તરફ આગળ વધી રહી છે, અને એક નવતર પ્રયોગ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને હવે બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે આ તમામ કર્મીઓ જ્યારે પેટ્રોલીંગમાં હોય ત્યારે ઉચ્ચ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઓફિસમાં બેઠા બેઠા મોનિટરીંગ કરી શકશે. હાલતો ફક્ત કતારગામ પોલીસ સ્ટેશન માટે જ કેમેરા લેવાયા છે પરંતુ ધીમે ધીમે સમગ્ર શહેરના તમામ પોલીસ સ્ટેશનોને આ કેમરાથી સજ્જ કરાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ