અમદાવાદ /
વસ્ત્રાપુરમાંથી 5 વર્ષના ગુમ થયેલા બાળકનો મળ્યો મૃતદેહ, માતા પિતા માટે કિસ્સો લાલબત્તી સમાન, જુઓ આખરે બન્યું શું
Team VTV09:55 PM, 08 Feb 23
| Updated: 10:01 PM, 08 Feb 23
અમદાવાદના વસ્ત્રાપુરમાંથી 5 વર્ષના બાળક ગુમ થવા મામલે બાળકનું વિરતા પાર્કની બાજુમાં પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો છે
વસ્ત્રાપુરમાંથી 5 વર્ષનો બાળક ગુમ થવાનો મામલો
ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો
વિરતા પાર્કની બાજુ માથી મળ્યો મૃતદેહ
અમદાવાદના વસ્ત્રાપુરમાંથી 5 વર્ષનો બાળક ગુમ થવા મામલે ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જેનો વિરતા પાર્કની બાજુ માંથી મૃતદેહ મળી આવ્યો છે. સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતકની તસવીર
ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો
વસ્ત્રાપુર પાર્કમાં રમવા ગયેલો 5 વર્ષનો બાળક ગુમ થયાની વિગતો સામે આવી હતી તેમજ બાળક મોડે સુધી ઘરે ન આવતા પરીવારે શોધખોળ શરૂ કરી હતી. જોકે, ગુમ બાળકની કોઈ ભાળ ન મળતા તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ તે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. વિરતા પાર્કની બાજુમાં પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડ્યો હોવાનુ અનુમાન જણાઈ રહ્યો છે. જે ઘટનાને પગલે પરિજનોમાં દુ:ખના વાદળો ઘેરાયા છે. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘર પાસેના પાર્કમાં રમવા ગયો હતો બાળક
મળતી માહિતી અનુસાર, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા વિરતા પબ્લિક પાર્ક પાસે રહેતો સોનું શાહ (ઉં.વ 5) નામનો બાળક ગત શનિવારે સાંજે ઘર પાસે આવેલા પાર્કમાં રમવા માટે ગયો હતો. સોનું મોડે સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો પાર્કમાં પહોંચ્યા હતા.
પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
પરિવારે પાર્ક અને આજુબાજુમાં તેની શોધખોળ કરી હતી. પરંતુ સોનું મળી આવ્યો નહોતો. મોડી રાત સુધી તેનો કોઈ અત્તોપત્તો ન લગાતા પરિવારજનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકને શોધવાની તજવીજ હાથ ધરી હતી.