બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / માતાએ 17 વર્ષની પુત્રીની ઘરમાં દફનાવેલી લાશનું રહસ્ય ખુલ્યું, ઘરને કેમ બનાવ્યું સ્મશાન?

આપઘાત કે હત્યા / માતાએ 17 વર્ષની પુત્રીની ઘરમાં દફનાવેલી લાશનું રહસ્ય ખુલ્યું, ઘરને કેમ બનાવ્યું સ્મશાન?

Last Updated: 03:13 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક માતાએ પોતાની સગી દીકરીની લાશ પોતાના ઘરના મેઈન રુમમાં દફનાવી દીધી હતી.

એક માતાએ પોતાની દીકરીની લાશ પોતાના ઘરના મુખ્ય રુમમાં દફનાવી પરંતુ પિતાના ઈમેલથી પોલીસે તેને ઘરમાંથી ખોદી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરીદાબાદમાં એક છોકરીના મોતનો મામલો સામે આવ્યો છે, જે જાણીને રુવાંડા ઊભા થઈ જશે. રવિવારે ફરીદાબાદના ધૌજ ગામમાં એક છોકરીની લાશ તેના ઘરમાં દફન થયેલી હાલતમાં મળી આવી હતી.

પિતાના ઈમેઈલથી ખુલ્યો મામલો

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સાઉદી અરેબિયામાં રહેતા છોકરીના પિતાએ 7 જૂનના રોજ ઈમેલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેઓ તેમની પુત્રીનો સંપર્ક કરી શક્યા નથી અને ઘરના પણ સરખો જવાબ આપી રહ્યાં નથી. પોલીસ અધિકારીએ કહ્યું કે ઈમેલ મળ્યા બાદ પોલીસે યુવતીની માતાને પૂછપરછ માટે બોલાવી હતી, ત્યારબાદ તેણે એવો ખુલાસો કર્યો હતો જેનાથી તેઓ પણ ચોંકી ગયા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું કે લગભગ એક વર્ષ પહેલા તેની પુત્રી એક છોકરા સાથે ભાગી ગઈ હતી, પરંતુ થોડા સમય પછી પાછી ફરી હતી. સંબંધીઓના ટોણાથી કંટાળીને છોકરીએ સપ્ટેમ્બર 2023માં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી, ત્યારબાદ તેણે મૃતદેહને ઘરમાં જ દાટી દીધો જેથી કોઈને તેની ખબર ન પડે અને પોતાના પર મોતનો આરોપ ન આવે. માતાના નિવેદનના આધારે, સહાયક પોલીસ કમિશનર (મુજેસર) મહેશ શિયોરાન, બડખલ તહસીલદાર, ફોરેન્સિક નિષ્ણાત અને ધૌજ પોલીસ સ્ટેશનના પ્રભારીની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને માતાએ જણાવેલા સ્થળે ખોદકામ કરતાં લાશ મળી આવી હતી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો : HIV પોઝિટીવ દુલ્હને પાંચ લોકો સાથે મનાવી સુહાગરાત, દુલ્હાની ભારે શોધખોળ

પોતાને માથે ન આવે એટલે આપઘાતથી મરેલી પુત્રીની લાશ ઘરમાં મેળવી

હકીકતમાં પોતાની સગી 17 વર્ષીય પુત્રીએ સંબંધીઓના મેણા ટોણાઓથી કંટાળીને પોતાના ઘેર આપઘાત કરી લીધો હતો અને મોતનો આરોપ પોતાના પર ન આવે એટલે માતાએ તેની લાશ ઘરના મેન રુમમાં જ દફનાવી દીધી હતી પરંતુ સાઉદી અરેબિયામા રહેતા પિતાએ ઈમેઈલથી પોલીસ પાસે તપાસ કરાવીને આખો મામલો બહાર લાવી દીધો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Faridabad girl home Body Faridabad girl Body exhumed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ