બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Boat That Sparked Scare Belongs To Australian, Says Devendra Fadnavis

ચિંતા ટળી / રાયગઢના દરિયા કિનારે ઘાતક હથિયારોથી ભરેલી બોટ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ કર્યો મોટો ખુલાસો

Hiralal

Last Updated: 04:49 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાયગઢ સંદિગ્ધ બોટ મામલે આખરે ખુલાસો થઈ ગયો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે વિધાનસભામાં ખુલાસો કરીને દેશની ચિંતા દૂર કરી દીધી છે.

  • મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે રાયગઢ બોટ મામલે કર્યો ખુલાસો 
  • કહ્યું- ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની હતી બોટ 
  • ખરાબ હવામાનને કારણે માર્ગ ભટકી જતા બોટ રાયગઢના કિનારે આવી

રાયગઢના દરિયા કિનારે ઘાતક હથિયારોથી ભરેલી મળી આવેલી બોટ મામલે આખરે મહારાષ્ટ્રના ડેપ્યુટી ફડણવીસે ખુલાસો કરી દીધો છે. વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું કે રાયગઢના દરિયા કિનારે જે બોટ મળી છે તે મૂળ ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની હતી અને ખરાબ હવામાનને કારણે તે દરિયામાં માર્ગ ભટકી ગઈ હતી અને અજાણતા રાયગઢના દરિયા કિનારે આવી ગઈ હતી. 

દરિયામાં ભારે ભરતીને કારણે બોટ રાયગઢમાં ખેંચાઈ આવી- ફડણવીસ 
દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની બોટમાંથી 3 AK 47 રાઈફલ મળી છે. બોટ અડધી તૂટેલી હાલતમાં છે અને ભારે ભરતીને કારણે કોંકણના દરિયા કિનારે ખેંચાઈ આવી હતી અને કોરિયન બોટ દ્વારા આ બોટમાં બેઠેલા પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરી દેવાઈ છે. કોઈ પણ સંભાવનાને હળવાથી નહીં લેવામાં આવે. ટેરર એંગલથી પણ તપાસ કરાઈ રહી છે. 

બોટ મસ્કતથી યુરોપ જઈ રહી હતી 
ડેપ્યુટી સીએમએ કહ્યું કે માછીમારોને 16 મીટર લાંબી ત્યજી દેવાયેલી બોટ મળી આવી હતી. તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. રાયગઢમાંથી મળી આવેલી શંકાસ્પદ બોટમાંથી ત્રણ એકે-47 રાઇફલ અને ગનપાવડર મળી આવ્યા હતા અને આ તમામ સામાનને વોટરપ્રૂફ બોક્સમાં રાખવામાં આવ્યા હતા. હાલ એટીએસ અને કોસ્ટગાર્ડ આ કેસની તપાસ કરી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ બોટનું નામ લેડી હાન છે. તેની માલિક એક ઓસ્ટ્રેલિયન મહિલા છે. તેનો પતિ આ બોટનો કેપ્ટન છે. બોટ મસ્કત (ઓમાન)થી યુરોપ જઈ રહી હતી. 26 જૂન 2022ના રોજ આ બોટનું એન્જિન તૂટી ગયું હતું. તે બોટમાં સવાર લોકોએ બચાવવા માટે એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે કોરિયન નેવીએ આ તમામ લોકોને જહાજમાંથી બચાવી લીધા અને પછી તેમને ઓમાનમાં છોડી દીધા. પરંતુ ભરતીને કારણે આ બોટને ટો કરવામાં આવી ન હતી (દૂર કરવામાં આવી હતી). ત્યારે આ બોટ હવે હરિહરેશ્વર બીચના કિનારે આવી ગઇ છે.

રાયગઢના હરિહરેશ્વર તટ પરથી મળી આવી બે બોટ 
રાયગઢના હરિહરેશ્વરના દરિયા કિનારેથી એક સંદિગ્ધ બોટ ઝડપાઈ હતી. બોટમાં ઘાતક ગણાતી  3 AK 47 રાઈફલ, બીજી રાઈફલ અને કારતૂસનો મોટો જથ્થો મળી આવતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. 

માછીમારોએ સૌથી પહેલા જોઈ સંદિગ્ધ બોટ 
માછીમારી કરવા માટે દરિયામાં ગયેલા માછીમારોએ પહેલી વાર સંદિગ્ધ બોટ જોઈ હતી અને તેમણે બીજા લોકોને જાણ કરી હતી. થોડી વારમાં આગની જેમ આ ખબર ફેલાઈ ગઈ હતી. ઘટનાની ખબર મળતા મહારાષ્ટ્ર એટીએસ સહિતનો પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાબડતોબ બોટની કબજે કરી તપાસ શરુ કરી દીધી હતી. 

બોટમાં શું શું રખાયું હતું  
આખી બોટ હથિયારોથી ભરેલી હતી તેમાં કોઈ વ્યક્તિ નહોતો. બોટમાં 3 એકે-47, બીજી રાઈફલો અને મોટી માત્રામાં કારતૂસનો જથ્થો રખાયો હતો. સાથે કેટલાક દસ્તાવેજો પણ જોવા મળ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ