આઝમગઢ / છઠ પૂજા દરમિયાન સેલ્ફીના ચક્કરમાં બોટ પલટી, અલગ-અલગ દુર્ઘટનામાં 5ના મોત

Boat overturned during chhath pooja many people died in azamgarh

દેશભરમાં ચાર દિવસ સુધી મહાપર્વ છઠ મનાવવામાં આવી. રવિવાર સવારે જ્યારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા માટે ઉત્સાહનો માહોલ હતો, ત્યારે ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાની તમસા નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બોટ પલટી જવાથી સાત લોકો નદીમાં પડ્યા હતા. છઠ મનાવવા માટે એકઠી થયેલ ભીડે છે લોકોને તો બચાવી લીધા પરંતુ એક યુવકનું મોત થઇ ગયું. આ પ્રકારે જીયનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળાવમાં ડૂબીને બે યુવાનોના મોત થઇ ગયા. છઠ દરમિયાન ત્રણ વિસ્તારોમાં કુલ પાંચ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ