હાલમાં ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં ધો. 10 અને 12 ની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે પરીક્ષામાં અવાર નવાર સ્કૂલ દ્વારા ભૂલચૂક થતી હોય છે. ત્યારે એવા જ બે બનાવો બનવા પામ્યા છે.
બોપલની તેજસ વિદ્યાલયના વાલીઓનો આરોપ
પૂરવણી ન આપતા હોવાનો આરોપ
20 મિનિટ રાહ જોવી પડતી હોવાનો આરોપ
અમદાવાદમાં બોપલની તેજસ વિદ્યાલયના વાલીઓને શાળા પર આરોપ મુકવામાં આવ્યો છે. જેમાં વાલીઓએ બોપલની તેજસ વિદ્યાલયમાં બોર્ડની પરીક્ષામાં સમયસર પૂરવણી ન આપતા હોવાનો આરોપ છે. કેટલાક વિદ્યાર્થીઓને પૂરવણી માટે રાહ જોવી પડે છે. પરીક્ષાર્થીઓને 20 મિનિટ જેટલી રાહ જોવી પડતી હોવાનો આરોપ સ્કૂલ સંચાલક પર મુકવામાં આવ્યો છે.
સ્કૂલ પર વાલીઓનો હોબાળો
પુરવણી મોડી આવતા 10 માર્કસનું છુટી ગયું છે
આ બાબતે તેજસ સ્કૂલમાં પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીનાં વાલીએ જણાવ્યું હતું કે મારો દિકરો ધો. 1 0 ની પરીક્ષા આપી રહ્યો છે. ત્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ મારો દિકરો જ્યારે ઘરે પરત આવ્યો. ત્યારે મેં તેને પુછ્યું કે કેવું રહ્યું પેપર ત્યારે મારા દિકરાએ કહ્યું કે વર્ગ નિરીક્ષક પાસે પુરવણી માંગતા પુરવણી મોડી આવી હતી. જેથી અમારે 20 મિનિટ બેસી રહેવું પડ્યું હતું અને પરીક્ષામાં 30 માર્કસનું છુટી ગયું હતું.
હરણી રોડ પર આવેલી બ્રાઇટ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા મોડી શરૂ થઇ
વડોદરામાં પરીક્ષાના આયોજનમાં વધુ એક છબરડો ઉભો થવા પામ્યો છે. હરણી રોડ પર આવેલી બ્રાઈટ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા મોડી શરૂ થઈ હતી. CBSC આજે ઇકોનોમિકસનું પેપર હતું. વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા પ્રશ્નપત્ર આવ્યા હતા. ત્યારે પ્રશ્નપત્ર ઓછા આવતા પરીક્ષા મોડી શરૂ કરાઈ હતી. અંદાજીત એક કલાક મોડી પરીક્ષા શરૂ થઈ હતી.