નિર્ણય /
કંગનાની ઑફિસમાં થયેલ તોડફોડમાં જે નુકસાન થયુ તેની ભરપાઇ કરે BMC: મુંબઇ હાઇકોર્ટ
Team VTV12:30 PM, 27 Nov 20
| Updated: 12:32 PM, 27 Nov 20
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના પાલી હિલ સ્થિત ઑફિસ તોડવા પર હાઇકોર્ટે નિર્ણય આપી દીધો છે. મુંબઇ હાઇ કોર્ટે કહ્યું કે કંગના દ્વારા અપાયેલા નિવેદનોનું તે સમર્થન નથી કરતા.
કંગનાની ઑફિસમાં થયેલી તોડફોડનો મામલો
મુંબઇ હાઇકોર્ટે આપ્યો કંગના તરફી નિર્ણય
બીએમસી કરે નુકસાનની ભરપાઇ
કંગનાના નિવેદનો પર હાઇકોર્ટના સવાલ
કંગનાના નિવેદનો પર હાઇકોર્ટે કહ્યું કે, તેમણે આવા વિવાદાસ્પદ નિવેદનો ન આપવા જોઇએ અને જે પણ બોલે તે સમજી વિચારીને બોલવું જોઇએ. કોર્ટે કહ્યું કે વિષય ઑફિસમાં થયેલી તોડફોડનો હતો, ટ્વિટર પર થયેલી વૉર નહી. કંગના દ્વારા અપાયેલા નિવેદનો યોગ્ય નથી પણ હાલ તેના નિવેદનોને નજરઅંદાજ કરી દેવા જોઇએ.
કોર્ટે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ મૂર્ખતાપૂર્ણ વાત કરે પરંતુ રાજ્ય દ્વારા સમાજ પર બળનો ઉપયોગ ન કરવો જોઇએ. કોર્ટે સંજય રાઉતે કંગનાને ધમકી આપી રહ્યા છે તે સાહિત્યને વાંચીને બીએમસીની ઝાટકણી કરી છે.
કોર્ટે માન્યું કે આ દરેક વસ્તુ કંગનાને ધમકાવવાના ઇરાદાથી કરવામાં આવી છે અને બીએમસીનો ઇરાદો સારો ન હતો. કંગનાને આપવામાં આવેલી નોટિસ અને તોડફોડ બંને કંગનાને ધમકાવવા માટે હતી. કંગનાના ઑફિસની તોડફોડની ભરપાઇ કરવા માટે મૂલ્યાંકન કરવામાં આવશે અને આ મૂલ્યાંકનની જાણકારી કંગના તેમજ બીએમસી બંનેને હોવી જોઇએ.
કંગનાને આપશે બીએમસી પૈસા
કંગનાની ઑફિસમાં જે પણ તોડફોડ થઇ છે તેના માટે કંગના બીએમસીને આવેદન કરશે અને બીએમસી જ તે પૈસા કંગનાને ચૂકવશે, કોર્ટે કહ્યું કે ઑફિસના જે હિસ્સા ટૂટ્યા નથી તેને પણ બીજી વાર સુવ્યવસ્થિત કરવામાં આવે. કોર્ટનો આ નિર્ણય ઑફિસમાં થયેલી તોડફોડ બાદ લગભગ 2 મહિના બાદ આવ્યો છે.