બ્રેકિંગ ન્યુઝ
VTV / Bluetooth Devices Are Vulnerable To New Dangerous Attack, Says New Worrying Report
Bhushita
Last Updated: 12:08 PM, 13 September 2020
ADVERTISEMENT
બ્લૂટ્રૂથ, સ્માર્ટફોન્સથી લઈને ઓડિયો ડિવાઈસ અને ગેજેટ્સનો ભાગ બની ચૂક્યો છે. આ એટેકનું કારણ પણ બની શકે છે. ડિવાઈસની વચ્ચે ડેટા ટ્રાન્સફરના ઉપયોગ કરાતું બ્લૂટ્રૂથ લાખો ડિવાઈસને માટે ખતરો બની રહ્યું છે. આ વાત CNETના લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવી છે. ડેટા ટ્રાન્સફર ટેક્નોલોજી સાથે જોડાયેલા ઓર્ગેનાઈઝેશને બ્લૂટ્રૂથને વિશે જણાવ્યું છે જેના કારણે અનેક સ્માર્ટ ડિવાઈસને નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
રિપોર્ટના આધારે બ્લૂટ્રૂથની એક ખામીના કારણે એટેકર્સ સરળતાથી બે બ્લૂટ્રૂથ ડિવાઈસની વચ્ચે ઉપયોગમાં આવનારી સિક્યોરિટીને એક્સેસ કરી શકે છે. આવું કર્યા બાદ એટેક કરીને કોઈ પણ બ્લૂટ્રૂથ ડિવાઈસને વિક્ટિમના ડિવાઈસ સાથે કનેક્ટ કરીને તેને નુકસાન કરી શકાય છે. આ ઈશ્યૂ ક્રોસ ટ્રાન્સપોર્ટના ડેરિવેશનની તરફથી રિપોર્ટ કરાયો છે. બે ડિવાઈસની વચ્ચે ઓથેન્ટિક કી સેટઅપ કરનારા કંપોનન્ટ તેને માટે જવાબદાર છે.
પર્સનલ ડેટા ચોરીનો રહે છે ખતરો
ડિવાઈસ ઓથોરિટી કીની મદદથી ડિવાઈસ નક્કી કરી શકાય છે કે તેને કયા બ્લૂટ્રૂથ સ્ટેન્ડર્ડથી કનેક્ટ થવાનું છે. જયારે બ્લૂટ્રૂથની સાથે એટેકર્સ ખામીનો પણ ફાયદો લઈને તેને કંટ્રોલ કરી શકે છે. આ પછી તેઓ ઓથેન્ટિક કી ઓવરરાઈટ કરીને બે ડિવાઈસની વચ્ચે ઈનક્રિપ્શનને પણ નબળું કરે છે. આ પછી નક્કી ડિવાઈસ પર મેલિશસ ડેટા બ્લૂટ્રૂથની મદદથી મોકલી શકાય છે. આ સાથે બંને ડિવાઈસની વચ્ચે ટ્રાન્સમિટ થઈ રહ્યું છે અને ડેટા એક્સેસ કરી શકાય છે.
જલ્દી મળી શકે છે ઉકેલ
ખતરનાક એટેકનું જોખમ જે ડિવાઈસ પર છે પણ રિપોર્ટના આધારે બ્લૂટ્ર્થ 4 અને બ્લૂટ્રૂથ 5ના ડિવાઈસ છે. આ પછી 5.1 સ્ટેન્ડર્ડમાં બિલ્ટ ઈન સેફ્ટી મિકેનિઝમ આપવામાં આવ્યું છે. જે આ ખામીને દૂર કરી શકે છે. ચિંતાની વાત એ છે કે મેન્યુફેક્ચર્સની તરફથી અત્યાર સુધીમાં યુઝર્સને આ વિશે ઈન્ફોર્મ કરાયું નથી. આ ખામીને ફિક્સ કરીને ડિવાઈસને જલ્દી પેચ અપડેટ અપાશે. એવામાં ડિવાઈસેઝને અપડેટ કરતા રહેવું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.