બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વના અબજોપતિઓમાં ફરી ઉથલ-પાથલ, આ દિગ્ગજે અંબાણી-અદાણીને પાછળ છોડી દીધા, નેટવર્થમાં ઘટાડો

બિઝનેસ / વિશ્વના અબજોપતિઓમાં ફરી ઉથલ-પાથલ, આ દિગ્ગજે અંબાણી-અદાણીને પાછળ છોડી દીધા, નેટવર્થમાં ઘટાડો

Last Updated: 11:46 AM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના ધનિકોની યાદીમાં ઘણી ઉથલપાથલ થઈ ગઈ છે. જેફ બેઝોસ ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

વિશ્વના સૌથી ધનિકની ખુરશી માટે છેલ્લા કેટલાક દિવસોથી ઘણી રસાકસીની રેસ ચાલી રહી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના વિશ્વના અબજોપતિઓની યાદીમાં ફરી એક વખત મોટી ઉથલપાથલ મચી ગઈ છે. સૌથી વધુ ધનિકનો તાજ ફરી એકવાર એલન મસ્ક પાસેથી છીનવાઈ ગયો છે. હવે જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ટોપ 3 સ્થાનો માટે રેસ ચાલી રહી છે. ક્યારેક એલન મસ્ક આગળ હોય છે અને જેફ બેઝોસ પાછળ હોય છે. હવે જેફ બેઝોસ આગળ છે અને મસ્ક પાછળ રહી છે. પહેલા નંબર પરથી સરકી ગયા બાદ એલન મસ્ક બીજા સ્થાને આવી ગયા છે. જ્યારે ત્રીજા નંબર પર બર્નાર્ડ આર્નોલ્ટ છે.

ત્યારે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો તાજ પણ ખતરામાં છે. હાલમાં તેઓ વિશ્વના 12મા ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની સંપત્તિમાં 24 કલાકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મુકેશ અંબાણીને 24 કલાકમાં 1.32 અબજ ડોલરનું નુકસાન થયું છે. જેના કારણે તેમની નેટવર્થ ઘટીને 111 બિલિયન ડોલર થઈ ગઈ છે.

PROMOTIONAL 11

આ સિવાય ગૌતમ અદાણીને પણ તેમની મિલકતમાં મોટું નુકસાન થયું છે. તેમની નેટવર્થ એક દિવસમાં 1.77 અબજ ડોલર ઘટી છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડાને કારણે તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 14માં સ્થાને આવી ગયા છે. સંપત્તિમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ 106 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે હવે અમેરિકાના અબજોપતિ જેન્સન હુઆંગે તેમનાથી આગળ નીકળી ચુક્યા છે.

વધુ વાંચો: સોના-ચાંદીમાં તોફાની તેજી, ભાવમાં આવ્યો બમ્પર ઉછાળો, જુઓ લેટેસ્ટ રેટ

જેન્સન હુઆંગની નેટવર્થ 111 બિલિયન ડોલર છે, જે મુકેશ અંબાણીની નેટવર્થ બરાબર છે. જેન્સન હુઆંગ હવે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 13માં સ્થાને છે, જ્યારે મુકેશ અંબાણી તેમનાથી આગળ છે અને ગૌતમ અદાણી તેમનાથી એક સ્થાન પાછળ છે. આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર Nvidia બોસ જેન્સન હુઆંગે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, વિશ્વભરના ધનિકોની લિસ્ટમાં 11.1 હજાર કરોડ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના 13મા સૌથી ધનિક વ્યક્તિ છે. આ સિવાય, 2021 થી, તેઓ સતત વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની ટાઈમ લિસ્ટમાં સામેલ છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bloomberg Billionaires Index Business Jensen Huang
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ